ચુહે ખા કે બિલ્લી હજ કો ચલી, મંદિર શોષણના ધામ હોય તો ગોપાલ ઇટાલિયાએ ન જવું જોઇએ!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની સીઝન પુરેપુરી જામી ચુકી છે. નેતાઓ પણ પોતપોતાની રીતે કામે લાગી ચુક્યાં છે. તેવામાં અચાનક રાજનીતિમાં ત્યારે ઉકળાટ આવ્યો જ્યારે ગોપાલ ઇટાલિયાને મહિલા પંચ દ્વારા પુછપરછ માટે બોલાવાયા અને અચાનક ત્યાંથી જ તેની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે આ ફિલ્મી ડ્રામામાં 3 કલાક પુછપરછ બાદ ગોપાલ ઇટાલિયાને છોડી મુકાયા હતા.

ગોપાલ ઇટાલિયાએ છુટીને કાગવડ પહોંચ્યા, જો કે કોઇ આગેવાનો હાજર નહી રહેતા ખાસીયાણા પડ્યાં
જો કે દિલ્હી પોલીસમાંથી છુટ્યા બાદ આજે ગોપાલ ઇટાલિયા સીધા જ કાગવડ ખોડલ ધામ ખાતે પહોંચ્યા હતા. અહીં તેણે કહ્યું કે, સીધો જ માતાજીના શરણમાં આશિર્વાદ લેવા માટે આવ્યો છું. જો કે તેના આ નિવેદન સમયે તેઓ એક જુનો વીડિયો યાદ આવે છે જેમાં તે મહિલાઓને સત્સંગમાં કે મંદિરમાં ન જવા માટે અપીલ કરે છે. જણાવે છેકે, મંદિરો તો શોષણના ધામ બની ચુક્યાં છે. મંદિરે કોઇએ જવું ન જોઇએ. તેવામાં સવાલ થાય છે કે, પુછપરછ બાદ ગોપાલ ઇટાલિયાએ શોષણના ધામ (જે પ્રકારે ગોપાલનો દાવો છે) ત્યાં જવાની જરૂર કેમ પડી.

હિન્દુ વિરોધી માનસિકતાના લોકો અને પક્ષને ગુજરાતીઓ ઉખાડી ફેંકશે
આ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાના મનફાવે તેવો વાણીવિલાસ કરે છે. પીએમ મોદી હોય, તેમના માતા હોય, હિન્દુ ધર્મ હોય, હિન્દુ ધર્મના વિવિધ ક્રિયાકલાપો હોય તમામ વિશે તે મનફાવે તે પ્રકારે વાણીવિલાસ કરતા જોવા મળે છે. તેવામાં સવાલ થાય કે, જો મંદિર શોષણનું જ ધામ હોય અને ઇટાલિયા બધુ જ જાણતા પણ હોય તો પછી મંદિરે જવું જ ન જોઇએ. કમ સે કમ પોતે ન જઇને ઉદાહરણ બેસાડવું જોઇએ. અથવા તો પછી વીડિયો મુદ્દે માફી માંગવી જોઇએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT