સુરતમાં 1 કલાક સુધી ટ્રેનને કેમ રોકવી પડી! જાણો સમગ્ર ઘટનાક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ કુડસદ રેલવે સ્ટેશન પર એક ગુડ્સ ટ્રેનની બોગીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના કારણે 1 કલાક સુધી ટ્રેનને રોકી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ માલગાડીમાં કોલસાનો જથ્થો લઈ જવામાં આવતો હતો. પરંતુ અચાનક આગ લાગતા ગેટમેન દ્વારા સમયસૂચકતા દાખવી ટ્રેનને રોકી દેવાઈ હતી.

મોટી દુર્ઘટના ટળી
ત્યારપછી રેલવેના અધિકારીઓને આ અંગે સમયસર જાણ કરી દેવામાં આવી હતી. જ્યાર બાદ આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલાં સાવચેતીનાં પગલે રેલવેનાં આ ડબ્બાને અલગ કરી દેવાયો હતો જેથી આસપાસનાં અન્ય ડબ્બામાં આગ ફેલાય નહીં. ત્યારપછી અન્ય તમામ ટ્રેનના રૂટ બદલીને અહીં આગ રોકવાનું કાર્ય શરૂ કરી દેવાયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT