ખેલૈયા માટે ખુશખબર, ખાણીપીણીની દુકાનો પણ રાત્રે 12 વાગ્યા સુધી ખૂલી રહેશે

ADVERTISEMENT

navratri
navratri
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રી ખાલી ગુજરાત પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ગરબા પ્રખ્યાત બન્યા છે. નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેનાથી ખેલૈયાઓની સાથો સાથ ખાવાના શોખીનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંને 12 વાગ્યા પછી પણ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે.

આગામી તા. 26 સપ્ટેમ્બરથી ભક્તિ અને શક્તિના પ્રતિક સમાન નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષથી  કોરોનાના ગ્રહણના કારણે નવરાત્રીનું આયોજન ઠપ્પ હતું. આ વર્ષે નવરાત્રીની ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે. આ સાથે તેમણે રાજકોટ માં કહ્યું કે નવરાત્રી દરમિયાન રાત્રિના 12 વાગ્યા બાદ પણ  હોટલો ખુલ્લી રહેશે. ખેલૈયાઓ હવે ગરબાની મોજ લઈ અને ખાણીપીણીનો સ્વાદ પણ લઈ શકશે.

હર્ષ સંઘવીએ શું લખ્યું ટ્વિટમાં
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

ADVERTISEMENT

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઑમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપવામાં આવ્યા બાદ હવે ખાણીપીણીની દુખાન ખુલ્લી રાખવાની છૂટ આપવાથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT