જેનો ડર હતો તે જ થયું! ગોંડલના જામવાડી ગામે પોલીસ હોવા છતા મારામારી
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જેનો ડર હતો તે જ થઇ ગયું છે. સૌથી વધારે ગરમ એવી ગોંડલ વિધાનસભા પર આખરે મારામારી થઇ હતી. ગોંડલ…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જેનો ડર હતો તે જ થઇ ગયું છે. સૌથી વધારે ગરમ એવી ગોંડલ વિધાનસભા પર આખરે મારામારી થઇ હતી. ગોંડલ વિધાનસભા પર જયરાજસિંહ અને રિબડા જુથ વચ્ચે જે પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હતું તે હવે મારામારી સુધી પહોંચી ગયું છે. જ્યાં કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પોલીંગ એજન્ટ જતીન પારખીયાને માર મરાયો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કોંગ્રેસનાં પોલીંગ એજન્ટ જતીન પારખીયાને માર મારવામાં આવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કોંગ્રેસ ઉમેદવાર યતીન દેસાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસ કાફલો અને અર્ધ લશ્કરી દળો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે
પોલીસ હાજર હોવા છતા પણ ઘટના સ્થળે મારામારી થઇ હતી. ગોંડલનાજામવાડી ગામમાં મારામારી થઇ છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર મતદાનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે, ભાજપ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT