દુબઈથી ઓપરેટ થઈ રહ્યું છે સુરતમાં સોનાની દાણચોરીનું નેટવર્ક, DRI પાસે દાણચોરોનું લિસ્ટ તૈયાર ?
સુરત: રાજ્યમાં દાણચોરીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સતત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં…
ADVERTISEMENT
સુરત: રાજ્યમાં દાણચોરીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સતત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં DRI દ્વારા સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીના રેકેટની તપાસમાં ખુલાસો થયો છે કે હાલમાં દુબઈમાં રહેતા શહેરના દાણચોરો દ્વારા ગુપ્ત કામગીરી ચલાવવામાં આવી રહી છે. ત્યારે DRI ને દાણચોરીનું રેકેટ દુબઈથી ચલાવવામાં આવી રહ્યું છે તેવી DRIને શંકા છે.
ઓપરેશન ગોલ્ડમાઈનના ભાગરૂપે, DRIએ 7 જુલાઈના રોજ સુરત એરપોર્ટ પરથી રૂ. 25 કરોડની કિંમતનું 48 કિલો સોનું જપ્ત કર્યું હતું અને શહેર પોલીસના સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓની ભૂમિકાની તપાસ કરતી વખતે ડીઆરઆઈને જાણવા મળ્યું કે ગોલ્ડ કેરિયર સુરત એરપોર્ટ પર સોનાના પેકેટો પહોંચાડવાના હતા અને રેકેટ વિશે અજાણ હતા. જો કે, ચારેય પાસેથી એકત્રિત કરવામાં આવેલી ચોક્કસ માહિતી અને વિગતોના આધારે, ડીઆરઆઈને કેટલાક મુખ્ય દાણચોરોની સંડોવણી હોવાની શંકા છે જેઓ દુબઈથી આ રેકેટ ચલાવી રહ્યા છે.
DRI એ શંકાસ્પદ દાણચોરોની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો
સુરત એરપોર્ટ પર સોનાનો જથ્થો ઝડપાયો છે. ત્યારે DRI અધિકારીઓએ શંકાસ્પદ મુખ્ય દાણચોરોની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તપાસ ચાલી રહી છે. ડીઆરઆઈના સૂત્રોએ દાવો કર્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિઓ અગાઉ શહેરમાં સોનાના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા હતા. પરંતુ દાણચોરી વધતા હોવાનું જાણવા મળતાં તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા હતા.ડીઆરઆઈ હજુ પણ એવા ગ્રાહકોને ઓળખવાની પ્રક્રિયામાં છે જેમને સોનાની ડિલિવરી મળવાની હતી.
ADVERTISEMENT
આટલા લોકોની કરી ધરપકડ
સોનાની દાણચોરીને લઈ DRI એક્શનમોડમાં છે. આ દરમિયાન તેમણે મોહમ્મદ સાકીબ મુસ્તાક અહમદ આતશબાજીવાલા , ઈમ્તિયાઝ શેખ, ઈલ્યાસ શેખ,પરાગ દવે જ્યારે ઈમિગ્રેશન ઈન્સ્પેક્ટરની કથિત સંડોવણી માટે ધરપકડ કરી હતી.
એરપોર્ટના વોશરૂમમાંથી પણ મળ્યું સોનુ
એરપોર્ટના વોશરૂમમાંથી 43. 5 કિલોગ્રામ સોનાની પેસ્ટના કુલ 20 પેકેટ પાંચ બેલ્ટમાં પેક કરવામાં આવ્યા હતા. આરોપીઓએ આ પેકેટ વોશરૂમમાં છોડી દીધા હતા. વૉશરૂમમાંથી લગભગ 4. 67 કિલો સોનાનું બીજું પેકેટ પણ મળી આવ્યું હતું. આરોપી શારજાહ ફ્લાઇટ મારફતે શહેરના એરપોર્ટ પર ઉતર્યા હતા. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT