આત્માને ભાસ થયો અને વૃદ્ધ…ગોધરાથી ઉલ્ટા પગે ચાલી નીકળ્યા દ્વારકાની યાત્રાએ!- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર જામનગરઃ ગોધરાથી દેવભૂમિ દ્વારકા ઊંધા પગે ચાલીને નીકળેલા વાલાભા લાખાભા પાલિયા નામના 66 વર્ષના વૃદ્ધ જામનગર આવી પહોંચ્યા છે. મુખ પર ભગવાન દ્વારકાધીશનું નામ, હાથમાં ધજા અને ઉંધા પગે ચાલતા વૃદ્ધ સાથે પાંચથી છ માણસોનું ટોળુ જોઈ તમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાના સાક્ષાત દર્શન થશે. શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? આવા જ એક ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત 66 વર્ષના વૃદ્ધ વાલાભા લાખાભા પાલિયાની ઉલ્ટા પગે ચાલીને દેવભૂમિ દ્વારકાની જાત્રાએ નીકળ્યા છે. તેમણે આ અંગે મીડિયા સાથે વાત પણ કરી હતી.

માતાનું મોત છતા બહાદુર દિકરી પરીક્ષા આપવા પહોંચી, અધિકારીના જડ વલણના કારણે માતાના અગ્નિ સંસ્કારમાં

મિત્રોએ પણ આપ્યો સાથ
66 વર્ષના જેટલી ઢળતી ઉંમર હોવા છતાં વાલાભા લાખાભા પાલિયા પગપાળા દ્વારકાની જાત્રાએ નીકળ્યા છે. એટલું જ નહીં પગપાળા જાત્રા પણ ઊંધા પગે ચાલીને જવાની! આ કાળઝાળ આવી ગરમી વચ્ચેની આ કઠિન યાત્રામાં તેમના મિત્રો સહીત પાંચથી 6 લોકો સાથ આપી રહ્યા છે.

કેમ નીકળ્યા ઉંધા પગે
ગોધરાથી દ્વારકા ઊંધા પગે ચાલીને નીકળેલા વાલાભા લાખાભા પાલિયા નામના 66 વર્ષના વૃદ્ધ જામનગર આવી પહોંચ્યા હતા. ગત 18 ફેબ્રુઆરીના રોજ તેઓ ગોધરાના નશિપુર ગામથી ઊંધપાગે ચાલીને દેવભૂમિ દ્વારકા જવા નીકળ્યા હતા. કોઈ પણ પ્રકારની માનતા નહીં માત્ર કોરોના અને લમ્પી વાઇરસથી દેશના નાગરિકો અને પશુઓને રક્ષણ મળે તે માટે દ્વારકાની યાત્રાએ નીકળી પડ્યા છે.

ADVERTISEMENT

અંબાજી મંદિરના પ્રસાદ મુદ્દે VHP એ કહ્યું, હર્ષ સંઘવી પોતે જૈન છે મહુડીમાં સુખડી બંધ કરે પછી જ્ઞાન આપે…

લાંબુ આંતર કાપી જામનગર પહોંચ્યા.
વાલાભાના જણાવ્યા અનુસાર કોઈ માનતા ન હોવા છતાં માત્ર અંદરથી આત્માને ભાસ થયો હતો. જેને દ્વારકાધીશનો આદેશ માનીને યાત્રા શરૂ કરી છે. હાલ લાંબુ આંતર કાપી તેઓ જામનગર પહોંચ્યા હોવા છતાં પોતાના શરીરમાં ક્યાંય થાક કે પીડા જેવું નામ નિશાન ન હોવાનું ભક્ત વાલાભાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું મેં મારા ઘરે પણ આ રીતે ચાલવાની જાણ કરી ન હતી. બાદમાં ઉલટા પગે ચાલવાની શરૂઆત કરી છે. આ આગાઉ પણ અનેક ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રા કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT