‘પૈસા નથી તેથી 4 મહિનાનું પેન્શન આપી નહીં શકાય’- ગોધરા નગરપાલિકા હવે ઉઘરાણે નીકળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ પેન્શનર્સના લેટરમાં નગરપાલિકાએ લખીને આપ્યું છે કે નગરપાલિકા પાસે પૈસા નથી ચાર મહિનાનું પેન્શન આપી શકે તેમ નથી અને મુદત માગી છે. સાથે જ શક્ય હશે તો એક મહિનાનું પેન્શન અમે આપીશું નગરપાલિકા પાસે પૈસા નથી તેવું લખી આપતા સહુ સ્તબ્ધ થઈ ગયા છે. આ તરફ બાકી રહેતા વેરાના રૂપિયાની પણ ગોધરા નગરપાલિકા ઉઘરાવવા નીકળવાની છે. કારણ કે અહીં સ્થિતિ એવી છે કે પેન્શનર્સને પેન્શન આપવાના રૂપિયા નથી, પગાર પણ કર્મચારીઓનો ચુકવવામાં ફાંફા પડી રહ્યા છે. તેથી નગરપાલિકાનું મામેરું ભરવાનું બાકી હોય તો લોકોને સમયસર ભરી દેવા તાકીદ કરવામાં આવી છે નહીં તો સીલ કરવા સહીતના કડક પગલા ભરવાની નગરપાલિકાની તૈયારીઓ છે.

શું કહે છે નગરપાલિકા પ્રમુખ
ગોધરા નગરપાલિકામાં પેન્શનર્સ હડતાળ પર છે, જે કર્મચારીઓ છે તેમના પગાર બાકી છે. ગોધરા નગરપાલિકા દ્વારા હવે જેમના લાખોના વેરા બાકી છે તેમના પર તવાઈ બોલાવી ઉઘરાણું કરવાની છે. નગર પાલિકા પ્રમુખ સંજય સોનીએ ગુજરાત તકના પત્રકાર શાર્દૂલ ગજ્જર સાથેની ખાસ વાતચિત દરમિયાન કહ્યું કે, પાલિકાના તમામ ટીમના સ્ટાફ ગોધરાના અગાઉના બાકી અને હાલના બાકીની વસુલાત કરશે. ટોપ ટેન-ટ્વેન્ટી પર તવાઈ બોલાવાશે. વસુલાત નહીં થાય તો તાત્કાલીક સીલ કરવાની કાર્યવાહી કરાશે. દરમિયાન કોઈપણ પદાધિકારી હોય કે કોઈનું પણ નગરપાલિકા સાંભળશે નહીં. અમે ઢોલ નગારા લઈને સાથે નીકળીશું અને તેમના કામ પણ સમાચારમાં આપીશું. જુના 7થી 8 કરોડ બાકી છે અને નવામાં 30 ટકા જેટલા બાકી છે મની સામે આવતીકાલથી તવાઈ બોલાવાશે.


આ પણ વાંચો…
PM મોદી યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા, માતા હીરાબાની તબીયત છે નાદુરસ્ત
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું
હીરા બાની તબીયત નાદુરસ્તઃ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, સ્વાસ્થ્ય લાબની કામના કરીએ છીએ

ADVERTISEMENT

નગરપાલિકાને કેટલું છે ઉઘરાણું બાકી?
ગોધરા નગરપાલિકા તંત્ર જાગ્યું છે તેઓના બાકી લેના રૂ. ૧૬૧,૫૨૫,૩૯૫ બાકી નીકળતા હોય નગરપાલિકા પ્રમુખ આવતીકાલથી ઢોલ નગારા સાથે વસુલાત કરવા માટે ચાર ટીમો બનાવીને જનાર છે તેમ જ સીલ મારવાની પ્રક્રિયા પણ કરવાના છે તેવું નગરપાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT