સમસ્ત જૈન સમાજ દ્વારા દાહોદમાં વિરોધ પ્રદર્શનઃ સમ્મેદ શિખરને પર્યટન સ્થળ નહીં, શાકાહાર ભૂમિ જાહેર કરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ દાહોદ સમસ્ત જૈન સમાજ દ્વારા આજે રેલીનું આયોજન કરવામમાં આવ્યું હતું. તેમનો મુખ્ય મુદ્દો સમ્મેદ શિખર ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું નક્કી કરતા તે નિર્ણયનો વિરોધ કરવાનો હતો. તેમનું માનવું છે કે આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે પછી તે ભૂમિ પર અભક્ષ ચીજોનો ઉપયોગ થતો થઈ જશે. જેથી સમાજની લાગણીને ધ્યાને રાખતા શાકાહાર ભૂમિ તરીકે જાહેર કરવું જોઈએ તેવું પ્રદર્શકોનું કહેવું છે.

જુદા જુદા રાજ્યોમાં વિરોધ થયા
દાહોદમાં આજે સોમવારે વિવિધ રસ્તાઓ પર જૈન સમાજના લોકો દ્વારા રેલી કરવામાં આવી હતી. રેલી બાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે તેઓએ પ્રદર્શન કર્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ સોંપ્યું હતું. સમસ્ત જૈન સમાજનું સૌથી મોટા અને પવિત્ર ગણાતા યાત્રા ધામ સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાતનો તેઓ દ્વારા વિરોધ કરાયો હતો. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, આ પ્રવિત્ર ભૂમિ ઉપર જૈનોના અસંખ્ય દેવ મોક્ષે ગયા છે અને જો ત્યાં પાર્યટન વિકસાવવામાં આવે તો ત્યાં અભક્ષ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય અને જૈન સમાજની લાગણી દુભાય તેમ છે. જેના કારણે સમગ્ર ભારતના જૈન સમજ દ્વારા જુદા જુદા રાજ્યોમાં આ વિરોધ નોંધવામાં આવ્યો છે જેથી આ આ વિષયને ઝારખંડ સરકાર ગંભીરતાથી લઇ અને ઘટતી કાર્યવાહી કરે એવી માંગ સાથે અમે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે.

ADVERTISEMENT

રેલીનો રુટ
દાહોદ સમસ્ત જૈન સમાજ એમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જૈન સમાજ, મહાસંઘ, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આજે જંગી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દાહોદ નગરપાલિકાથી સ્ટેશન રોડ થઈ માણેક ચોકથી આંબેડકર ચોકથી ગડીના કિલ્લામાં આવેલા દાહોદ પ્રાંત અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે રેલી પહોંચી હતી. આ રેલીમાં ‘પર્યટન સ્થળ નહીં બનેગા, નહીં બનેગા સમ્મેદ શિખર પર પર્યતન સ્થળ નહીં બનેગા’ ના નારા લાગ્યા હતા. આ રેલી સ્વરૂપે દાહોદ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને સમસ્ત જૈન સમાજના આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT