મન હોય તો માળવે જવાયઃ દાહોદના ખેડૂતે આવી રીતે કરી સ્ટ્રોબેરીની સફળ ખેતી

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ મન હોય તો માળવે જવાય, જે કહેવતને ખરી પાડી ગરબાડાના ખેડૂતે ગરબાડામા ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી છે. ગરમ આબોહવા, પથરાળ અને ડુંગરાળ એવા દાહોદ જિલ્લાના ગરબાડા નગરમા, સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમા થતી સ્ટ્રોબેરીની ખેતી સફળ નીવડી છે, ગરબાડા ગામના ખેડૂતના ખેતરમા સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે.

ઓહો… ભાવનગર PGVCLને ખબર જ નથી કે 11 ટન નટ-બોલ્ટનું શું થયું?

ગરબાડા ગામના ખેડૂતના ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક
દાહોદ જિલ્લોએ ડુંગરાળ તેમજ પથરાળ અને ગરમ આબોહવા ધરાવતો જિલ્લો છે. દાહોદ જિલ્લાના ખેડૂતો મોટે ભાગે ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહેતા હોય છે, અને મહત્તમ ઘઉં, મકાઈ, ચણા, ડાંગર જેવા પાકોની જ ખેતી કરતા હોય છે. ત્યારે ગરબાડાની ધરતી ઉપર સૌ પ્રથમ વખત ઠંડા પ્રદેશમાં પાકતી સ્ટ્રોબેરીની ખેતી ગરબાડા ગામના ખેડૂતના ખેતરમાં કરાઇ છે. સદગુરુ ફાઉન્ડેશન અને એસ એચ જી ફેડરેશન ગરબાડાના સહયોગ, માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટથી આ સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

EXCLUSIVE: દિલ્હીથી એક આદેશ આવ્યો અને SODHI ને ફરફરીયું આપી દેવાયું

સ્ટ્રોબેરીના રોપાઓ કેવી રીતે ઉછર્યા?
સદગુરુ ફાઉન્ડેશનના નરેશ પરમારે પુના ખાતેથી સ્ટ્રોબેરીના 2000 જેટલા રોપા મંગાવી, ગરબાડા ગામના ખેડૂત દેવેન્દ્રભાઈ રાઠોડને આપ્યા હતા. જે રોપાઓ દેવેન્દ્રભાઈ એ તેમના ખેતરમાં ઓછી જમીનમાં ટપક અને મલ્ચિંગ પદ્ધતિ દ્વારા સિંચાઇ માટે વ્યવસ્થા કરી. આ રીતે સ્ટ્રોબેરીના રોપાઓ ઉછેર્યા હતા. આ રોપા ઉપર એક માસ બાદ સ્ટ્રોબેરીના ફળ આવવાની શરૂઆત થતા ખેતી સફળ નીવડી છે. બજારમાં મળતી સ્ટ્રોબેરી કરતા અહીંયા ઉગેલી સ્ટ્રોબેરી કદમા મોટી અને મીઠાશ પણ વધારે જોવા મળી હોવાનો ખેડૂતનો દાવો છે. દેવેન્દ્રભાઈએ સૌ પ્રથમ દસ કિલો જેટલી સ્ટ્રોબેરીનુ ઘર બેઠા જ 300 રૂપિયા કિલોના ભાવથી વેચાણ પણ કર્યું છે. સ્ટ્રોબેરીની ખેતીથી ખેડૂત દેવેન્દ્રભાઈની આવકમાં પણ વધારો થશે તેવી તેમને આશા બંધાઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT