પ્રેમી સાથે ભાગી જતી યુવતીઓ સાવધાન, સરકાર લાવી રહી છે નવો કાયદો

ADVERTISEMENT

ACT for Love Marriage
ACT for Love Marriage
social share
google news

અમદાવાદ : ગુજરાત સહિત લવ જેહાદ અને કેટલાક કિસ્સાઓમાં પ્રેમ લગ્ન દરેક સરકાર માટે સમસ્યા છે. હાલમાં જ આ અંગે પાટીદાર સમાજ સહિત અનેક સમાજો સવાલો પણ ઉઠાવી ચુક્યા છે. મહેસાણામાં પણ પાટીદાર સમાજના એક આંદોલનમાં આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે સરકાર ઝડપથી નિર્ણય કરે તે માટે પ્રેશર પોલિટિક્સ પણ શરૂ કર્યું હતું.

જો કે આજે મુખ્યમંત્રીએ મહેસાણામાં આયોજીત પાટીદાર સમાજનાં એક વિશાળ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. SPG ના બેનર હેઠળ આયોજીત સ્નેહમિલક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં પાટીદાર સમાજનો લાંબા સમયથી પડતર પ્રેમ લગ્નનો પ્રશ્નનું સંધાન લીધું હતું.

ADVERTISEMENT

મુખ્યમંત્રીએ બાંહેધરી આપતા જણાવ્યું કે, બંધારણને કોઇ નુકસાન ન પહોંચે તે પ્રકારે માતા-પિતાની મરજીથી લગ્ન થાય તે પ્રકારનું કોઇ પ્રકારનું કોઇ આયોજન કરવા માટે પ્રયાસ કરીશું. હાલ અમે આ અંગે વિચારી રહ્યા છીએ. યોગ્ય રીતે વચ્ચેનો રસ્તો નિકળે તેવો પ્રયાસ કરીશું. જેથી બંધારણની મુળ ભાવના પણ સચવાઇ રહે અને નાગરિકોની પણ માંગ પણ સંતોષાય તેવો પ્રયાસ કરીશું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ. સરદાર પટેલે રજવાડા એકઠા કરીને દેશ બનાવ્યો તે ગુણ આપડામાં પણ હોય. સંગઠિત થઇને આપણે આગળ વધીશું. પ્રમુખે સરકારે અનેક વાત યાદ કરાવી હતી. આજના જમાનામાં શિક્ષણ સાથે આગળ વધવું જરૂરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT