મુસ્લિમ ગર્લફ્રેન્ડની હત્યા કરીને દાટી દેવાની હિન્દુ યુવકે સુરત રેન્જ IGને કરી ફરિયાદ

ADVERTISEMENT

મુસ્લિમ ગર્લફ્રેન્ડની હત્યા કરીને દાટી દેવાની હિન્દુ યુવકે સુરત રેન્જ IGને કરી ફરિયાદ
મુસ્લિમ ગર્લફ્રેન્ડની હત્યા કરીને દાટી દેવાની હિન્દુ યુવકે સુરત રેન્જ IGને કરી ફરિયાદ
social share
google news

રોનક જાની.નવસારીઃ નવસારીમાં એક પટેલ યુવકે પોતાની મુસ્લિમ પ્રેમીકાને તેના પરિવારે પતાવી દઈને દાટી દીધાની ફરિયાદ સુરત રેન્જ આઈજીને કરી છે. આ વ્યક્તિએ કહ્યું કે, તેઓ બે વર્ષથી સંબંધમાં હતા. જે દરમિયાન તેને ધમકીઓ મળતી હતી. ત્યારે એક શખ્સે તેને કહ્યું કે તેમણે તેની પ્રેમિકાની હત્યા કરી છે. જેના કારણે તેણે આ અંગે સત્ય પરથી પડદો ઉચકવા માટે અપીલ કરી છે.

નવસારીના ખેરગામમાં બ્રિજેશ બચુભાઈ પટેલે સુરત રેન્જ આઈજી પીયુષ પટેલને લેખિત ફરિયાદ કરી છે. બ્રિજેશે કરેલી ફરિયાદ અનુસાર, 20 એપ્રિલે તેની પ્રેમિકા સાહિસ્તા શેખ જેના સાથે તે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતો તે સાહિસ્તાને તે મળતો હતો. 20 એપ્રિલે મહોમ્મદ શેખ, સાદિક મહોમ્મદ શેખ, સમજાન સિરાજ સિંધિ, સિદ્દીક મહોમ્મદે બ્રિજેશના ઘરે આવીને આજે તુ જીવતો રહીશ કે પછી સાહિસ્તા એવી ધમકી આપી ઘરમાં સાહિસ્તાને શોધવા લાગ્યા હતા. જોકે તે મળી ન હતી.

UP 112 પર યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકીથી હડકંપ

FIRની બીકે પોતે જ પ્રેમિકાને કરી હેવાનોના હવાલે?
યુવકે લખ્યું છે કે, તે સમયે તે તેના મિત્ર રાહુલ સાથે હતો. તેના મોબાઈલ પર સાહિસ્તાનો કોલ આવ્યો અને તેણે કહ્યું કે તે વલસાડમાં છે મને ત્યાં આવીને લઈ જાઓ. જ્યારે સાહિસ્તાનો ફોન આવ્યો ત્યારે સાહિસ્તાને શોધવા આવેલા મહોમ્મદ શેખ, સાદીક શેખ અને રમજાન સિંધી પણ ત્યાં જ હતા. તેમણે આ બધી વાત સાંભળી બ્રિજેશ અને રાહુલને ધમકી આપી કે તમે બંને જાઓ અને રાહુલની મોપેડ પર સાહિસ્તાને લઈને આવો. રસ્તામાં કલવાડા તળાવ પાસે ઊભા રહેજો ત્યાંથી અમે સાહિસ્તાને ઘરે લઈ જઈશું અને તમારા લોકો પર કોઈ કાર્યવાહી નહીં કરીએ. યોજના અનુસાર રાહુલ અને બ્રિજેશ સાહિસ્તાને લેવા જાય છે. ત્યાં તળાવ પાસે આ શખ્સો તેણીને કારમાં બેસાડી સાથે લઈ જાય છે અને કહ્યું કે તમારા સામે કોઈ ફરિયાદ દાખલ નહીં કરીએ.

ADVERTISEMENT

કેવી રીતે ખબર પડી કે સાહિસ્તાને મારી નાખી
સાહિસ્તાને કારમાં બેસાડ્યા પછી 21 એપ્રિલે આ ત્રણ આરોપી સાથે બ્રિજેશનો એક બીજો દોસ્ત જયમીન પણ હતો તે સાંજે જાહેર બજાર પાસે મળ્યા અને તેણે વાત વાતમાં કહ્યું કે અમે સાહિસ્તાને જમીન નીચે દાટી દીધી છે, આગામી 22 એપ્રિલની સવારે જયમીન બ્રિજેશના ઘરે ગયો અને બ્રિજેશને આ અંગે કહ્યું. તેણે કહ્યું કે આ શખ્સોએ સાહિસ્તાને મારી નાખીને કલથાન ગામ પાસે દફનાવી દીધી છે. જાણકારી મળતા જ બ્રિજેશના પગતળેથી જમીન ખસી ગઈ. તેણે પ્રેમિકાની મોતનો બદલો લેવાનું નક્કી કર્યું.

‘હું સામેથી પોલીસ સ્ટેશન જઈશ’- તોડકાંડમાં યુવરાજસિંહના વધુ એક સાળાએ કહ્યું…

બ્રિજેશને મળેલી જાણકારી આધારે તેણે કબ્રમાંથી સાહિસ્તાની લાશ કાઢી પોસ્ટ મોર્ટમ કરવાની માગ કરી છે. બ્રિજેશનું માનીએ તો તેના દોસ્તે જે કહ્યું તે સત્ય છે અને તેના પર વિશ્વાસ કરતા મને સુરત રેન્જ આઈડીને પાંસ આરોપીઓના નામ સાથે તેમની સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે, બ્રિજેશે લખ્યું છે કે પ્રેમિકા સાહિસ્તાની લાશ ડી-કમ્પોઝ થઈ જાય તે પહેલા કબ્રથી કાઢી પોસ્ટ મોર્ટમ કરવામાં આવે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT