ગોંડલમાં હોસ્પિટલમાં ચેકઅપ બાદ યુવતીએ અડપલાનો આક્ષેપ કરી બે તબીબો પાસેથી લાખો પડાવ્યા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોંડલ: ગોંડલમાં ખાનગી હોસ્પિટલના તબીબ પાસે પેટ તથા શરીરના અન્ય ભાગમાં દુઃખાવાની ફરિયાદ લઈને પહોંચેલી યુવતી તપાસ કરાવ્યા બાદ સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. પોલીસ સમક્ષ યુવતીએ ડોક્ટર સામે શારીરિક છેડછાડ અને દુષ્કર્મની ફરિયાદ નોંધવા માટે પોલીસને કહ્યું હતું. તો મામલાની જાણ થતા તબીબોનું ટોળું પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું, અને આખરે લાખો રૂપિયાની લેતીદેતી બાદ સમાધાન થતા મામલે રફે દફે થઈ ગયો.

હોસ્પિટલથી સીધી પોલીસ પાસે પહોંચી યુવતી
વિગતો મુજબ, ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં યુવતી પેટ તથા શરીરના અન્ય ભાગમાં દુઃખાવાની ફરિયાદ સાથે વારંવાર આવતી હતી. છેલ્લી વખત તે હોસ્પિટલમાં તપાસ માટે આવ્યા બાદ ત્યાંથી પોતાના સાથીદારો સાથે સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. અહીં તેણે પોતાની સાથે શારિરીક છેડછાડ અને દુષ્કર્મ થયું હોવાનું કહીને પોલીસને ફરિયાદ નોંધવા માટે કહ્યું. તો બીજી તરફ આક્ષેપ બાદ તબીબોના ટોળા ત્યાં પહોંચ્યા હતા. યુવતીએ પોલીસ સામે પોતાનો FSL રિપોર્ટ કરાવવાની પણ વાત કરી હતી, અને કહ્યું, રિપોર્ટ બાદ ડોક્ટર મારા શરીરે ક્યાં ક્યાં અડ્યા છે તેની ફિંગરપ્રિન્ટ આવી જશે.

લાખો લીધા બાદ થયું સમાધાન
આખરે બંને વચ્ચે સમાધાનનો પ્રયાસ થયો અને લાખો રૂપિયાની લેતીદેતી બાદ મામલો રફેદફે થઈ ગયો. નોંધનીય છે કે, શહેરમાં આ જ પ્રકારે અન્ય એક તબીબ પાસેથી પણ લાખો રૂપિયાનો તોડ થયો હતો. ત્યારે વધુ આ પ્રકારની એક ઘટના શહેરમાં ટોક ઓફ ઘ ટાઉન બની હતી. તો બીજી તરફ આ અંગે PI દ્વારા જણાવાયું હતું કે તબીબ અને યુવતી બંને મિત્ર છે અને બંને વચ્ચ તકરાર થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ સમાધાન થઈ જતા ફરિયાદ નોંધાઈ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT