SURAT માં પ્રેમી સાથે બેઠેલી યુવતીને 5 યુવકો ખેતરમાં ઘસડી ગયા અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત : ગુજરાતના સુરતમાં ફરી એકવાર ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. સુરત શહેરના પુનાગામ પોલીસ સ્ટેશન અંતર્ગત એક યુવતી સાથે 5 લોકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી પોતાનાં પ્રેમી સાથે એકાંતમાં બેઠી હતી ત્યારે અચાનક 5 લોકો આવી ચડ્યાં હતા. હાલ તો પુનાગામ પોલીસે ફરિયાદ દાખલ કરીને તમામ આરોપીઓની શોધખોળ આદરી છે.

પ્રેમી સાથે બેઠી હતી ત્યાં પાંચ લોકો આવ્યા અને ખેતરમાં ઉઠાવી ગયા
પુણાગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર 27 વર્ષીય યુવતી દેવધ વિસ્તારમાં રઘુકુળ માર્કેટ સામેના રોડ પર પોતાના પ્રેમી સાથે ફરવા માટે આવી હતી. સાંજે આશરે 8 વાગ્યે તે પોતાના પ્રેમી સાથે એકલી બેઠી હતી ત્યારે પાંચ અજાણ્યા લોકો તેમની પાસે ધસી આવ્યા હતા અને યુવતીના પ્રેમી સાથે અભદ્ર વ્યવહાર શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેના હાથ અને પગ રસ્સી વડે બાંધી દીધા હતા. ત્યાર બાદ પાંચેય લોકો મળીને યુવતી તથા તેના પ્રેમીને નજીકમાં આવેલા કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં પાંચેય હવસખોરોએ એક પછી એક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બંન્નેના મોબાઇલ પણ લૂંટ્યા હતા. આ ઉપરાંત ધમકી પણ આપી કે જો કોઇને કહ્યું તો મારી નાખીશું. જો કે પીડિતા અને તેનો પ્રેમી સાથે બાઇક પર બેસીને ઘરે જતી રહી હતી. ત્યાર બાદ પીડિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તો ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસ તમામ આરોપીઓને શોધખોળ કરી રહી છે.

અગાઉ પીડિતાએ પ્રેમીનું નામ છુપાવવા માટે ખોટી ફરિયાદ કરી
ગેંગરેપની ફરિયાદ દાખલ કરાવનારી પીડિતાએ ઘટનાના 2 દિવસ બાદ એટલે કે 13 સપ્ટેમ્બરે પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે, લિંબાયત પોલીસ સ્ટેશન નજીક આવેલી કલ્પના સોસાયટી નજીક પાંચ લોકોએ ગાડીમાં બેસાડીને દુષ્કર્મ આચર્યું. જો કે પોલીસે સીસીટીવી ચેક કરતા આવી કોઇ જ ઘટના બની નહી હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ પોતાના પ્રેમીનું નામ છુપાવવા આ કર્યું હતું. જો કે જ્યારેપોલીસે તેને વિશ્વાસમાં લઇને પુછપરછ કરી તો તેણે સમગ્ર હકિકત જણાવી હતી. જેથી પુનાગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેંગરેપની કબુલાત આપી હતી. ત્યાર બાદ પીડિતાની ફરિયાદ પુનાગામ ટ્રાન્સફર કરી હતી.

ADVERTISEMENT

મધ્યપ્રદેશની યુવતી પોતાના બનેવી સાથે સુરતમાં રહે છે
મધ્યપ્રદેશની રહેવાસી 27 વર્ષીય પીડિતા સુરત શહેરમાં જરીના કારખાનામાં કામ કરે છે. સુરતમાં પોતાના બનેવી સાથે રહે છે. 11 તારીખે સાંજે કારખાનામાં કામ કર્યા બાદ પોતાના પ્રેમી ગોપાલ સાથે ફરવા ગઇ હતી. પ્રેમી સાથે છેલ્લા 3 મહિનાથી સંબંધો હતા. પીડિતાની સાથે જે વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની ત્યાં પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તાર હોવાથી આ શક્યતા પણ ઓછી છે. ઉપરાંત અંધારુ હોવાના કારણે પીડિતા પણ આરોપીઓને ઓળખી શકે તેમ નથી. તેવામાં આ કેસ ઉકેલવો પોલીસ માટે પડકાર છે.

    follow whatsapp

    ADVERTISEMENT