AHMEDABAD માં ચાલુ ટ્રાફિક વચ્ચે યુવતીએ મોતની છલાંગ, ઘટનાનો VIDEO VIRAL
અમદાવાદ : શહેરમાં આત્મહત્યાનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. જેમાં સીટીએમ ખાતેથી પસાર થતો ડબલડેકર બ્રિજમા ઉપરના બ્રિજ પરથી ભરચક ટ્રાફીક વચ્ચે એક યુવતીએ…
ADVERTISEMENT

અમદાવાદ : શહેરમાં આત્મહત્યાનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. જેમાં સીટીએમ ખાતેથી પસાર થતો ડબલડેકર બ્રિજમા ઉપરના બ્રિજ પરથી ભરચક ટ્રાફીક વચ્ચે એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતી આટલે ઉંચેથી નીચે પટકાઇ હતી. જો કે તત્કાલ તેને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર ચાલી રહી છે. હાલ 24 કલાક યુવતી માટે ખુબ જ મહત્વના હોવાનું LG હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું હતું.
CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ કુદીને આત્મહત્યા કરી
અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એખ વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતી બ્રિજ પરથી કુદી ગઇ હતી. બપોરના સમયે ભરચક ટ્રાફિકની વચ્ચે એક અજાણી યુવતીઓ ઉપરના ઓવરબ્રિજ પરથી અગણ્ય કારણોસર કુદી ગઇ હતી. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
પોલીસે સમયસુચકતા વાપરી સમગ્ર ટ્રાફીક અટકાવ્યો
ભરચક ટ્રાફીક વચ્ચે યુવતીએ કુદકો માર્યો હતો. જો કે પોલીસે સમયસુચકતા વાપરતા ટ્રાફીક અટકાવી દીધો હતો. યુવતી નીચે પટકાતાની સાથે જ તત્કાલ તેને સારવાર માટે 108 ની મદદથી એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે યુવતી કોણ છે અને તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT