અમદાવાદમાં IPS બનવા કોલેજમાંથી દિલ્હી ભાગી ગયેલી યુવતી ગાંધીનગરમાંથી મળી, પોલીસ પણ ચોંકી ઉઠી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી 17 વર્ષની છોકરી IPS બનવા માટે કોલેજમાંથી ભાગી ગઈ હતી. જોકે દિવસો બાદ આ યુવતી આખરે ગાંધીનગરની એક હોસ્ટેલમાંથી મળી આવી હતી. જે બાદ પોલીસે ફરીથી યુવતીનું તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે ભણવામાં હોંશિયાર છે અને તેણે પોતાના પગ પર ઊભા થવું છે, પરંતુ માતા-પિતા અત્યારથી તેને લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. આથી તે ઘર છોડીને ભાગી ગઈ હતી.

કોલેજમાં પરીક્ષા આપવા ગઈ અને ત્યાંથી જ ભાગી ગઈ
વિગતો મુજબ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ખોખરાની કોલેજમાં અભ્યાસ કરતી BBAની વિદ્યાર્થિની 2જી મેના રોજ એક કોલેજમાં પરીક્ષા આપવા ગઈ હતી. જોકે બાદમાં તે અંદરથી બહાર જ ન આવી. યુવતીને શોધવાનો પ્રયાસ કરતા એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે, ‘IPS બનવા માટે દિલ્હી જાઉં છું અને મને શોધવાનો પ્રયાસ ન કરતા.’ જેથી પરિવારે પોલીસને જાણ કરી અને દીકરીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હીમાં IPS બનવાની બધી માહિતી લઈને આવી
આ દરમિયાન યુવતી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી ફ્લાઈટમાં બેસીને છેક દિલ્હી સુધી એકલા જઈ આવી. ત્યાંથી તેણે UPSC સેન્ટરની મુલાકાત લઈને IPS બનવાની તમામ પ્રક્રિયાની માહિતી મેળવી અને ફરી ગુજરાત પાછી આવી હતી. જોકે ઘરે જવાના બદલે તે ગાંધીનગરની એક હોસ્ટેલમાં રોકાઈ ગઈ હતી. ત્યારે પોલીસ દ્વારા યુવતીના લોકેશનને આધારે તેને શોધી કાઢવામાં આવી હતી.

ADVERTISEMENT

મોટી દીકરીએ પ્રેમ લગ્ન કરતા માતા-પિતા ચિંતિત હતા
નોંધનીય છે કે, યુવતીની મોટી બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા-પિતા નાની દીકરી માટે ચિંતિત હતા. બીજી તરફ યુવતી તેની માતા ઓછું ભણેલી હોવાથી ઘર કામમાં રહેતી પણ તે આ કામ કરવા નહોતી માગતી અને પોતાનું ભવિષ્ય બનાવવા માગતી હતી. ત્યારે પોલીસે યુવતીને તથા તેના માતા-પિતા બંનેને સમજાવી હતી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT