VIDEO: અમદાવાદમાં નબીરાઓએ ચાલુ કારમાંથી ફેંકેલો ફટાકડો પાછળ આવતી વિદ્યાર્થિની પર જઈને ફૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના પશ્ચિમ બાદ હવે પૂર્વ વિસ્તારમાં નબીરાઓનો આતંક વધી રહ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રસ્તા પર કારમાંથી બોમ્બ સળગાવીને ફેંકતા ધો.10ની પરીક્ષા આપીને ઘરે જતી વિદ્યાર્થિની દાજી જતા ઈજાગ્રસ્ત થઈ છે. આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે જોકે દિવસો બાદ પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે.

ધો.10ની પરીક્ષા પૂરી થતા નબીરાઓ છાકટા બન્યા
વિગતો મુજબ, વસ્ત્રાલમાં 28મી માર્ચના રોજ ધો.10ની પરીક્ષા પૂર્ણ થતા અર્પણ ઈન્ટરનેશનલ સ્કૂલની બહાર 4 જેટલા સગીર વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ ચાલુ કારમાં ફટાકડા સળગાવીને બહાર ફેંકી રહ્યા હતા. દરમિયાન પરીક્ષા બાદ પિતા સાથે ટુ-વ્હીલર પર બેસીને ઘરે જતી એક વિદ્યાર્થિની પર ફટાકડો પડ્યો અને ફૂટ્યો હતો. જેમાં તેને હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

પિતા સાથે ઘરે જતી વિદ્યાર્થિની દાજી
આ અંગે વિદ્યાર્થિનીના પિતા દિપ્તેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેઓ દીકરીનું ધો.10નું છેલ્લું પેપર પૂર્ણ થયા બાદ અર્પણ ઈન્ટરનેશનલ સ્કૂલથી લઈને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આગળ કારમાંછી 4 વિદ્યાર્થીઓ ફટાકડા સળગાવીને ઘા કરી રહ્યા હતા. જેમાં એક બોમ્બ મારા અને દીકરીની વચ્ચે આવીને પડ્યો હતો. જેથી મારી દીકરી દાજી ગઈ. આ અંગે મેં સ્કૂલને જાણ કરી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ વિદ્યાર્થીના વાલીઓ મને ધમકી આપી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે ઘટનાને 19 દિવસો વીતી ગયા છતા પોલીસ કાર્યવાહી કરી રહી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT