સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર કૌભાંડના ચાર ચાંદ લગાવનાર ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી

ADVERTISEMENT

Scam of Girish Bhimani
Scam of Girish Bhimani
social share
google news

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. મોટે ભાગે સૌરાષ્ટ્ર યુનિર્સિટી નકારાત્મક કારણોથી જ ચર્ચામાં રહ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કૌભાંડો અને નકારાત્મકતા માટે હવે આખરે જવાબદાર કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીને ઠેરવી દેવાયા હોય તે પ્રકારે તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.તેઓને હોમસાયન્સ ભવનના એચઓડી બનાવી દેવાયા છે. કથિત રાજકીય લોકો સાથે અંગત ધરોબાને કારણે અત્યાર સુધી તો પદ બચ્યું રહ્યું પરંતુ આખરે ગિરીશ ભીમાણીનો ભોગ લેવાઇ ચુક્યો છે. હાલ તો રાજકીય ગલિયારાઓમાં ભિમાણીનો ભોગ કયા કારણથી લેવાયો તેની થિયરીઓ પર ચર્ચા ચાલી રહી છે.

નિલામ્બરી દવેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ બનાવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીને કુલપદિ પદેથી હટાવીને હોમ સાયન્સ ભવનના નીલામ્બરી દવેની નિમણુંક કુલપત તરીકે કરવામાં આવી છે. અગાઉ નીલામ્બરી દવે અગાઉ 2018 થી 19 દરમિયાન આઠ મહિના માટે ઇન્ચાર્જ કુલપતિ રહી ચુક્યા છે. હાલ ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિલામ્બરીબેનના હવાલે છે.

કૌભાંડોનો ગઢ ખડકનારા કુલપતિની હકાલપટ્ટી

બે મહિના પહેલા જ યુનિવર્સિટીના 8 જેટલા કૌભાંડો થયા. જેમાં માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના અનેક કૌભાંડોના કારણે સરકાર પર છાંટા ઉડ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને તપાસ કરવા અંગે પત્ર મળ્યો હતો. આખરે સરકાર પણ એક્શનમાં આવવા માટે મજબુર બની હતી. કૌભાંડની તપાસ માટે બે સભ્યોની કમિટી બનાવાઇ હતી. આખરે સરકાર પર કાર્યવાહી કરવા માટેનું દબાણ વધ્યું અને ભોગ લેવાઇ ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT