ગીર સોમનાથમાં મતદાન મથકે સેલ્ફી પોઈન્ટ પણ મુકાયો, સીદી સંસ્કૃતિના ચિત્રોથી સજાવટ- જુઓ Photos
ગીર સોમનાથઃ વિધાનસભાના મહા પર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારો આતુર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાલા…
ADVERTISEMENT
ગીર સોમનાથઃ વિધાનસભાના મહા પર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારો આતુર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાલા વિધાનસભા મત વિસ્તારના માધુપુરમાં આફ્રિકાથી આવીને વસેલાં એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુંબકમ’ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મતદારોને મળશે મીઠો આવકાર
આ બુથમાં લીલી વેલ અને સૂર્યના ચિત્રો વચ્ચેના લખાણ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી મતદારોને મીઠો આવકાર મળશે. ‘વસુધૈવ કુટુંબકમ જેનો મતલબ થાય છે કે આખી પૃથ્વી મારો પરિવાર છે. આપણો ઇતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે કે ભારત અન્ય દેશની ભાષા અને ધર્મને સ્વીકારીને તેમજ રૂપરંગ, ખાનપાન અને વેશભૂષા વગેરે સંસ્કૃતિનો આદર કરીને વિવિધ સંસ્કૃતિનો સંગમ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીદી સમુદાય માટે માધુપુર ખાતે ઊભું કરાયેલું મથક આ બાબતની સાક્ષી પૂરે છે.
ADVERTISEMENT
સીદી સમાજના વાદ્યો અને ચિહ્નોને સમાવાશે
આ ઉપરાંત આ વિશિષ્ટ મતદાન મથકમાં એક વિશેષ મંડપ તૈયાર કરાયો છે. જેમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવશે અને સીધી સમાજનાં સદીઓ જુના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બુથની બહાર સેલ્ફી પોઈન્ટ પણ મુકાયો
આ મતદાન મથકોના મહત્તમ મતદારો આફ્રો-એશિયન સીદી સમુદાય સાથે સંકળાયેલા છે. જે ભારતમાં ૧૪ મી થી ૧૬ મી સદીમાં આવીને વસેલાં હતા. મતદાન મથકમાં વૃક્ષ તેમજ તોરણના ચિત્ર વચ્ચે ‘લોકશાહીના મહા પર્વમાં આપનું સ્વાગત છે’ લખાણ કરવામાં આવ્યું છે. આ સિવાય બુથની બહાર વિધાનસભા ચૂંટણીમાં ગીરની શાન સમા સિંહને દર્શાવતું ‘વનરાજ ધ મેસ્કોટ સેલ્ફી પોઇન્ટ’ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેનું ‘જંગલમાં રાજા હું, ચૂંટણીમાં રાજા મતદાર’ લખાણ લોકોમાં મતદાન અંગેની જાગૃતિનું બહોળા પ્રમાણમાં પ્રસરણ કરી રહ્યું છે.
ADVERTISEMENT