રાજ્યમાં નકલીનો વાયરો, કચેરીઓ બાદ હવે નકલી આધારકાર્ડનું મસમોટું કૌભાંડ આવ્યું સામે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Aadhar Card Scandal : ગુજરાતમાં નકલી અધિકારીઓની રાફડો ફાટ્યો છે. અવારનવાર રાજ્યમાંથી નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી, નકલી IPSના સમાચાર સામે આવ્યા છે તો એવામાં હવે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવી આપતા ત્રણ શખ્સોની જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી છે.

મોટો કૌભાંડનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો

મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથના ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવવાના મોટો કૌભાંડનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ઉનાના બસ સ્ટેશનની સામેના ભાગે આવેલ દરબારી આધાર કાર્ડ નામની દુકાન ધરાવનાર અસલમ શેખ નામનો વ્યક્તિ કોઇપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો, આ બતામીના આધારે પોલીસે અચાનક દરોડાના કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે આરોપી શખ્સ સહિત દુકાનમાંથી કૉમ્પ્યૂટર અને અન્ય બીજા સાધનોને કબજો કર્યા હતા. જે વ્યક્તિ નકલી આધાર કાર્ડ બનાવતો હતો તે પહેલા બેન્કમાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરતો હતો, જો કે ત્યાંથી પણ તેની શંકાસ્પદ ગતિવિધિઓના કારણે તેણે નોકરી પરથી કાઢી મુખવામાં આવ્યો હતો.

4 હજારથી લઈ 13 હજાર રૂપિયામાં નકલી આધારકાર્ડ કાઢી આપતા

આ ત્રણ શખ્સો આધાર પુરાવા વગર નકલી આધાર કાર્ડ બનાવી આપતા હતા. ઇસ્માઈલ શેખ, સબીર શરીફ સુમરા, જાવીદ ઉર્ફ ભુરો મન્સુરી કે જેમણે 4 હજારથી લઈ 13 હજાર રૂપિયામાં આધાર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું છે. તમામ ઉનાના રહેવાસીઓએ આ મસમોટા કૌભાંડ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT