Gir forest News: ગીર વન્યપ્રાણી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે, અહીંથી કરી શકાશે બુકિંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gir forest News: ગીર વન્યપ્રાણી અભયારણ્ય તા.૧૬મી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી પરમીટ બુક કરી શકશે. ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ રહી છે ત્યારે તા.૧૬-૧૦-૨૦૨૩થી ગીર અભયારણ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.

Dinesh Dasa News: સરકારના માનીતા અધિકારી દિનેશ દાસાને મળ્યું એક્સટેન્શનઃ

આ Official Website પરથી થશે Booking

ગીર જંગલના કાચા રસ્તાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ તા.૧૬-૬-૨૦૨૩ થી તા.૧૫-૧૦-૨૦૨૪ સુધી નિયમાનુસાર બંધ રાખવામાં આવ્યું હતું. આમ, ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ ગીર ખાતે ઈકો ટુરીઝમ ઝોન (નિયત રૂટ ઉપર) તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૩થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. ગીર વન્ય પ્રાણી અભયારણ્ય, સાસણ ગીર માટે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયા છે અને પ્રવાસીઓ Official Website (https://girlion.gujarat.gov.in/) પરથી પરમીટ બુક કરી શકશે. તેમ વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષકે જણાવાયું છે.

ADVERTISEMENT

(ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT