વન વિભાગનો સફાયો, નીલગાયનો શિકાર કરનારા બે શિકારીઓને ઝડપી પાડયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા, અમરેલી: વન્ય પ્રાણીઓની સુરક્ષાઓમાં હંમેશા વામણું પુરવાર થતા હોવાની ટીકાઓ મીડિયામાં વન વિભાગ સામે થતી હોય છે. ત્યારે વન વિભાગની ઊડીને આંખે વળગે તેવી કામગીરીઓની સામે આવી છે. વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા વનવિભાગે ઝડપી પાડયા છે.

સાવરકુંડલાની વન વિભાગની કચેરી ખાતે દેશી જામગરી બંદૂક, દેશી બંદૂકનો ગન પાઉડર, કુહાડી અને પાઇપ જેવા ઘાતક હથિયારો વડે વન્ય પ્રાણીઓના શિકાર કરતા આ બે શિકારીઓ સતાર કાળુ મોરી અને સુલતાન રહેમાન લાડકને ઝડપી પાડયા છે. બંને શિકારીઓ સાવરકુંડલાના રહેવાસી છે.

બાતમીના આધારે પાડ્યો દરોડો 
આ બંને શિકારીઓ ત્રણ દિવસ પહેલા સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કર્યો હોવાની બાતમી વનવિભાગને મળી હતી.   બાતમીના આધારે વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપભાઈ ચાંદુ અને ફોરેસ્ટર યાસીન જુણેજા સહિતની વનતંત્રની ટીમે દરોડો પાડતા બંને શિકારીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.

ADVERTISEMENT

બંને આરોપીને ઝડપી પાડયા
ઘટના સ્થળેથી દેશી જામગરી બંધુક, દેશી બંદૂકનો પાવડર, કુહાડી, પાઇપ તેમજ નીલગાયનો દેશી બંધુકથી કરેલો શિકાર સહિતની સાધન સામગ્રી વન વિભાગ એ કબજે લઈને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન  કર્યા હતા.  આજે વહેલી સવારે બંને શિકારીઓને આબાદ રીતે ઝડપી પાડવામાં વન વિભાગ સફળ થયું હતું.

બંને શિકારીને કોર્ટમાં રજૂ કરાશે
નીલગાયના શિકારી સતાર મોરી અને સુલતાન લાડક દ્વારા અગાઉ નીલગાય કે અન્ય કોઈ વન્ય પ્રાણીઓના શિકાર કર્યા છે કે કેમ તે અંગે વનતંત્ર દ્વારા આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને બંને શિકારીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: રાજકોટ પોલીસનો સફાયો, હિસ્ટ્રીશીટર બુટલેગર ફિરોજ હાસમ સંધિને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

ADVERTISEMENT

જાણો શું કહ્યું અધિકારીએ  
આ મામલે એસીએફ એસ.આર.ત્રિવેદીએ કહ્યું કે, હંમેશા વન વિભાગની કામગીરી શંકાઓના દાયરાઓમાં હોય છે. પરંતુ વન્ય પ્રાણીઓના શિકાર પ્રત્યે કે પછી વન્ય પ્રાણીઓને હેરાન કરતા ટીખળીખોરો પ્રત્યે હંમેશા વન વિભાગ સાબદુ પુરવાર થયું હોવાનો સાવરકુંડલાની વન વિભાગના અધિકારી અને સ્ટાફને કરી બતાવ્યું હતું. રેવન્યુ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના શિકારો કરતી ટોળકી ઝડપાઈ જતા પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT