પાલનપુરમાં ભંગાર વેચાણ કોભાંડનું ધૂણ્યું ભૂત: વિપક્ષ નેતા અંકિતા ઠાકોરની અનશન ચીમકી બાદ પોલીસસે જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news
ધનેશ પરમાર,બનાસકાંઠા : રાજ્યમાં કૌભાંડીઓ ક્યાંથી ક્યાંથી પૈસા કમાઈ લે એ જ નક્કી નથી થતું. બનાસકાંઠામાં ભંગાર કૌભાંડના વાદળો બંધાઈ રહ્યા છે.  પાલનપુર નગરપાલિકામાં વધુ એક કૌભાંડનું ભૂત ધુણ્યું છે. જેમાં પાલિકાના શાસકોની રહેમ નજર તળે અપસેટ કિંમત કરતા નીચા ભાવે ભંગાર વેચી દેવાનું કૌભાંડ બહાર આવતા વિવાદ સર્જાયો છે. જેમાં અપસેટ કિંમત કરતા ભંગાર નીચા ભાવે વેચાયો હોવાના આક્ષેપો સાથે વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી તપાસની માંગ કરી છે. અને જો બે દિવસમાં તપાસ નહિ થાય તો પોલીસ સ્ટેશન નજીક ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. વિવાદ વકરતો જોઈ પોલીસે તુરત ફરિયાદ લેવાની ખાત્રી આપતા આ અનશન આંદોલન સ્થગિત કરાયું હતું.
પોલીસ ફરિયાદ નોંધવામાં નીરસ રહેતા અંકિતા ઠાકોર પૂર્વ પોલીસ મથકે અનશન પર બેસવા પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચ્યા હતા. જેથી વિવાદ વકરતો જોઈ પોલીસે તુરત ફરિયાદ લેવાની ખાત્રી આપતા આ અનશન આંદોલન સ્થગિત કરાયું હતું. જોકે આ હાઈ વોલ્ટેજ ડ્રામા નો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ આખો મામલો પાલનપુર નગરપાલિકામાં વર્ષો થી ધૂળ ખાતા ભંગાર નો છે.જેને શાસક ભાજપ પક્ષના સત્તાધીશો દ્વારા ઓછી કિંમતે વેચાય નગરપાલિકા ના નિધિ ફંડ ને નુકસાન પહોચાડેલ હોવાનો કોંગ્રેસ નાં સદસ્ય અને વિરોધ પક્ષનાં નેતા અંકિતા ઠાકોરે આધાર પુરાવા સાથે દાવો કર્યો છે. અને આ ગુનાહિત ક્રાઇમ હોઇ પોલીસ તપાસની માંગ કરેલ છે.
વિપક્ષનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી નગરપાલિકામાં વિવિધ શાખાઓના વાહનો સંયુક્ત સર સામાનની હરાજીની પ્રક્રિયા આજથી સાતેક માસ અગાઉ હાથ ધરાઈ હતી. જેમાં હરાજીના અપસેટ કિંમત કરતા નીચા ભાવે ભંગાર વેચવામાં આવ્યો હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે. જોકે આ સમગ્ર મામલાને લઈ વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે ફક્ત આક્ષેપ જ નહીં પરંતુ પૂર્વ પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ કરી છે કે આ સમગ્ર મામલાને લઇ તપાસ કરવામાં આવે. કેમકે તેઓનું કહેવું છે કે વર્તમાન શાસકો એ 20 લાખનો ભંગાર 10 એક લાખમાં પધરાવી દીધો છે
20 લાખનો ભંગાર સત્તાધીશો એ 10  લાખમાં પધરાવી દીધો!!
સમગ્ર વિવાદનો મામલો એવો છે કે પાલિકાની વિવિધ શાખાઓના વાહનો સહિત સામાનની હરાજીની પ્રક્રિયા સાતેક માસ અગાઉ હાથ ધરાઈ હતી જેમાં હરાજીમાં અપસેટ કિંમત કરતા નીચા ભાવે ભંગાર વેચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અંદાજે 20 લાખનો ભંગાર સત્તાધીશો એ 10  લાખમાં પધરાવી દીધો છે.અને આજ મુદ્દો ગરમાતા હવે વર્તમાન શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.જેમાં હરાજી જેના તબામાં આવે છે તે કારોબારી કમિટીના ચેરમેન દીપક પટેલ પર શંકાની સોય તકાઈ રહી છે.
કારોબારી ચેરમેને દીપક પટેલનો લુલો બચાવ 
ભંગાર મુદ્દે કરાયેલ પડકાર સામે  કારોબારી ચેરમેન દિપક પટેલ આ મામલે અજાણ હોવાનો દાવો કરતાં જણાવ્યું કે ભંગારની હરાજીની ટેન્ડર પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી,આ ભંગારનો વર્ક ઓર્ડર  કોણે આપ્યો? અને કઈ રીતે ભંગાર વેચાયો? તેની મને ખબર નથી. મે આ અંગે ખુદ પત્ર લખી તપાસની માંગ કરી છે.
સત્તાધીશોનું ભંગાર વેચાણ મુદ્દે ભેદી મૌન  
આ મામલે કોંગ્રેસ સદસ્ય અને પાલિકા વિરોધ પક્ષ નેતા અંકિતા ઠાકોરનાં ભંગાર મુદ્દે કરાયેલ પડકાર સામે પાલનપુર પાલિકા સત્તાધીશો છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને પોતાની જવાબદારી માંથી છટકી અન્યો પર દોષારોપણ કરી રહ્યા છે. આમ, પાલિકાનો ભંગાર સસ્તામાં પધરાવી દેવાના મામલે પાલિકાના સત્તાધીશો એક પછી એક છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પાલિકાની જાણ બહાર ભંગારના સાધનો ક્યાં પગ કરી ગયા? અને પાલિકાની તિજોરીને કોણે નુકસાન પહોંચાડયુ? તેવા અનેક વિધ સવાલો તપાસ માંગી લે છે. ત્યારે સત્ય ક્યારે બહાર આવશે ખરું? શું પાલનપુર પૂર્વ પોલીસ આ મામલે કોઇ ફોજદારી ફરિયાદ નોંધી તપાસ કરશે ? તે સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT