Geniben Thakor આપ્યું રાજીનામું, હવે કોંગ્રેસ વાવથી કોને આપશે ટિકિટ? આ બે નામ રેસમાં
ગુજરાતની 26 લોકસભા બેઠકના પરિણામમાં 10 વર્ષ બાદ આ વર્ષે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું છે. સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવાર ચર્ચિત રહેનાર આ બેઠક બનાસકાંઠા છે.
ADVERTISEMENT
Vav MLA Geniben Thakor to resign: ગુજરાતની 26 લોકસભા બેઠકના પરિણામમાં 10 વર્ષ બાદ આ વર્ષે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું છે. સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવાર ચર્ચિત રહેનાર આ બેઠક બનાસકાંઠા છે. જ્યાંથી આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે. એવામાં સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેને આજે વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે હવે વાવ બેઠકની પેટા ચૂંટણી યોજાશે અને ત્યાં કોંગ્રેસ હવે કયા નેતાને ઉતારે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
વાવ બેઠક પર કોને મળશે ટિકિટ?
સાંસદ બનતા ગેનીબેને વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ બેઠક ખાલી થયાના છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે અહી કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાને ઉત્તારશે તેને લઈ અટકળો તેજ બની છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
શું દેવાયત ખવડ લડશે ચૂંટણી?
આ બધા વચ્ચે ચર્ચા તો એવી પણ ચાલી હતી કે લોકસાહિત્યકાર Devayat Khavad હવે શું ગેનીબેનનું સ્થાન લેશે? કારણ કે બનાસકાંઠામાં યોજાયેલ એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં દેવાયત ખવડે કહ્યું કે, ન કરે નારાયણને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા માને જિતાડી દે એમ છે, એટલો મને આ બનાસે પ્રેમ આપ્યો છે. અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે. આ રીતે બોલતા તેમણે ડાયરામાં બનાસકાંઠાવાસીઓના પ્રેમ વિશે વાત કરતાં પોતાની ચૂંટણી લડવાની ઝીણી-ઝીણી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો:- Video: 'અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે...', Devayat khavad ની આ સીટ પરથી રાજકારણમાં દમદાર એન્ટ્રી?
ADVERTISEMENT