અદાણીને અપાઈ છે બેન્કો દ્વારા મોટી લોન, આ ચિંતાનો ગૌતમ અદાણીએ શું આપ્યો જવાબ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ પ્રથમ વખત જાણીતી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટૂડેના એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કેટલીક મહત્વની બાબતો પર વાત કરી હતી. અદાણી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) દ્વારા અહીં ઈન્ડિયા ટૂડેના ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથેની વાતચિતમાં પોતાની કંપની પર થતા લોનને લઈને આક્ષેપો અંગે પણ વાત કરી હતી. જાહેર ક્ષેત્રની વિવિધ બેન્ક સહિત અન્ય બેન્કમાં પણ અદાણીના વિવિધ બિઝનેસ પર મોટી માત્રામાં લોન આપવામાં આવી છે. આ ચિંતા વ્યક્ત કરવા બાબતે તેમણે શું જવાબ આપ્યો હતો તે આવો જાણીએ.

આ પણ જાણવા જેવું…
‘પૈસા નથી તેથી 4 મહિનાનું પેન્શન આપી નહીં શકાય’- ગોધરા નગરપાલિકા હવે ઉઘરાણે નીકળશે
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું
હીરા બાની તબીયત નાદુરસ્તઃ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, સ્વાસ્થ્ય લાબની કામના કરીએ છીએ

પ્રશ્નઃ હું આ પ્રશ્નને આગળ વધારવા માંગુ છું કારણ કે એવી ચિંતા પણ છે કે, જાહેર ક્ષેત્રની બેંકો સહિત અનેક બેંકોએ અદાણીને ઘણા મોટા પ્રમાણમાં લોન આપેલી છે. તમે આ પ્રકારની ચિંતાનો જવાબ કઇ રીતે આપશો?

ADVERTISEMENT

ગૌતમ અદાણી: આ એક સારો સવાલ છે. લોકો તથ્યોની પૃષ્ટી કર્યા વગર ચિંતા વ્યક્ત કરે છે. તથ્ય છે કે, નવ વર્ષ પહેલા અમારા કુલ દેવાના 86 ટકા હિસ્સો ભારતીય બેંકોનું દેવું હતું. જોકે હવે અમારા પર રહેલી કુલ લોનના માત્ર 32 ટકા જ ભારતીય બેંકોના છે. અમારી લગભગ 50 ટકા ઉધારી હવે આંતરરાષ્ટ્રીય બોન્ડના માધ્યમથી છે. તમે એ બાબતની સરાહના કરશો કે, આંતરરાષ્ટ્રીય રોકાણકારો ખુબ જ ચતુર છે અને તેઓ ખુબ જ અભ્યાસ કર્યા બાદ જ કોઇ કંપનીના બોન્ડમાં રોકાણ કરતા હોય છે.

પ્રશ્નઃ અન્ય એક બાબત છે જે તમારા કેટલાક ટિકાકારા ઉઠાવી રહ્યા છે કે અદાણી ગ્રુપ પર વધારે પડતું દેવું છે, અંદાજે 2 લાખ કરોડ જેટલું. એવી કઈ વાત છે જે તમને આ દેવું ભરાશે તેવો આત્મવિશ્વાસ આપે છે?

ADVERTISEMENT

ગોતમ અદાણીઃ જુઓ રાજ. હું સ્વીકારું છું કે અમારા ઋણ પર જે ચર્ચાઓ થઈ રહી છે તેનાથી હું પણ આશ્ચર્યચકીત છું. અમે નાણાંકીય રીતે ખૂબ મજબૂત અને સિક્યોર છીએ. આ પ્રકારની વાતો બે લોકો પાસેથી આવી છે. પહેલા એવા લોકો જે કંપનીના ઋણ અને નાણાંકીય સ્થિતિ પર ઊંડું અધ્યયન નથી કરતા. મને ખાતરી ખાતરી છે કે જો તેઓ નાણાંકીય સ્ટેટમેન્ટ સમજવાનો પ્રયાસ કરશે તો તેમને દેણાં વિશેની તમામ ખોટી માન્યતા જતી રહેશે. જોકે બીજા એવા લોકો છે જેઓ કોઈ ઈરાદા સાથે ગ્રુપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે આવી ગૂંચવણ અને ગેરસમજ ઊભી કરે છે.

ADVERTISEMENT

હકીકત એ છે કે છેલ્લા 9 વર્ષમાં અમારો નફો અમારા દેવાથી પણ બમણી ટકાવારીએ વધી રહ્યો છે. જેના કારણે EBITDAના રેશિયોમાં અમારું દેવું 7.6થી ઘટીને 3.2 પર આવી ગયું છે. જે મોટા ગ્રુપ માટે ખૂબ સારી બાબત છે જ્યાં મોટાભાગની કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે.

આ કારણે જ માત્ર દેશની જ નહીં પરંતુ વિદેશની રેટિંગ એજન્સીએ પણ અમને ભારતની ઉત્તમ રેટિંગ પર મૂક્યા છે. આ મારા માટે ગર્વની વાત છે કે અદાણી ગ્રુપ પાસે ઉત્તર રેટિંગ્સ ધરાવતી કંપનીઓ જેટલી કંપનીઓ દેશના અન્ય કોઈ બિઝનેસ ગ્રુપ પાસે નથી. રાજ તમે સારી રીતે જાણો છો કે રેટિંગ એજન્સી, તેમાં પણ ખાસ કરીને વિદેશની એજન્સીઓ રેટિંગ આપવામાં ખૂબ જ રૂઢિચુસ્ત અને કંજૂસ હોય છે. અને તેમની ફાઈનાન્સિયલ એનાલિસિસ માટે ખૂબ જ સખત અને મજબુત સિસ્ટમ અને પ્રોસેસ હોય છે. અમારા ગ્રુપની નાણાકીય મજબૂતાઈની વાત તમારી સાથે શેર કરું છું, અમે ACC અને અંબુજા સાથે 10.5 બિલિયન ડોલરની ડીલ માત્ર 3 મહિનાના રેકોર્ડ સમયગાળામાં કરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT