રાજ્યમાં GAS કેડરના અધિકારીઓની બદલી, 3 અધિકારીઓને સોંપાઈ ચૂંટણીની જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 3 મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ગઈકાલે મંગળવારે જ રાજ્યમાં 23 DySP તથા 3 PIની બદલી કરવામાં આવી હતી, ત્યારે આજે GAS કેડરના 63 ક્લાસ વન અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે 3 અધિકારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

3 અધિકારીઓને સોંપાઈ ચૂંટણીની જવાબદારી
રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગમાંથી આજે ક્લાસ-1 કક્ષાના 63 જેટલા અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે 3 અધિકારીઓને ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. જેમાં અમદાવાદના એડિશનલ કલેક્ટર સી.પી પટેલને એડિશનલ જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે એસ.જે ખાચરને રાજકોટના એડિશનલ ઈલેક્શન ઓફિસરની જવાબદારી અને એચ.પી પટેલને સુરતના એડિશનલ ડિસ્ટ્રીક્ટ ઈલેક્શન ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી છે.

ADVERTISEMENT

ગઈકાલે કરાઈ હતી DySP અને PIની બદલી
નોંધનીય છે કે, ગઈકાલે જ રાજ્યના 23 DySP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ સાથે જ 3 PIને બઢતી આપવામાં આવી હતી. સાથે જ અમદાવાદ તથા બોટાદના નવા SPની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં અમિત વસાવાને અમદાવાદ ગ્રામ્યના SPનો ચાર્જ સોંપાયો હતો. જ્યારે કિશોર બલોલિયાને બોટાદના SPનો ચાર્જ સોંપાયો હતો.

પોલીસ બેડામાં થયેલા આ ફેરફારોમાં એચ. એ રાઠોડને વડોદરા શહેરના મદદનીશ પોલીસ કમિશનર બનાવાયા હતા. જ્યારે રાજકોટ સેન્ટ્રલ જેલના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈને ગાંધીનગર, IBમાં નાયબ પોલીસ અધિક્ષક બનાવાયા હતા. અમદાવાદના એ.ટી.એસના નાયબ પોલીસ અધિક્ષક બી.પી રોઝીયાને સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર બનાવાયા હતા. જ્યારે મોડાસાના ભરત બસીયાને રાજકોટ શહેરમાં ACP ક્રાઇમ તરીકે મુકાયા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT