ગરબાડામાં પકડાયો ઝેરી કોબ્રાઃ મરઘીને મારી 8 ઈંડા ગળી ગયો, પછી કાઢ્યા બહાર- ચોંકાવનારો Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ સાપ એક ઘરના ગોખલામાં બેસી ગયો હતો. એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું હતું. જેમાં સાપે ગળેલા બધા જ ઈંડા તેણે બહાર કાઢી નાખ્યા હતા અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.

ઝેરી કોબરાએ મરઘીને ડંખ માર્યો અને ઈંડા ખાઈ ગયો

ગરબાડાના તાલુકાના ઝરીબુઝર્ગ ગામના બસ સ્ટેન્ડ વિસ્તાર રહેતા વિજયભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં સાપ જોવાતા ઘરના લોકો ડરી ગયા હતા અને સાપને પકડવા માટે ઓલ એનિમલ રેસક્યું ટીમને જાણ કરવામાં આવી હતી. ઓલ એનિમલ રેસક્યુ ટીમ દ્વારા ઘરના અંદરથી ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઝેરી કોબ્રા સાપ દ્વારા ઘરમાં રહેલા એક મરઘીને ડંખ મારતા મરઘીનું મોત નીપજ્યું હતું અને તેની બાજુમાં રહેલા મરઘીના ૮ જેટલા ઈંડા સાપ ગળી ગયો હતો. જેમાં સાપને ઘરમાંથી રેસ્ક્યુ કર્યા બાદ સાથે ગળી ગયેલા ઈંડા બહાર કાઢ્યા હતા અને ઓલ એનિમલ દ્વારા સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

રાજકોટ આતંકી પકડાવાનો મામલોઃ પોલીસને મળી સીક્રેટ એપ્લિકેશન, મળ્યા 14 દિવસના રિમાન્ડ

ભાગવાનો પ્રયાસ કરવા ઈંડા કાઢ્યા બહાર

સાપે અહીં એક મરઘીને ડંખ મારતા તેનું મોત થયું હતું અને બાદમાં તેના બધા ઈંડા ઓહીયા કરી લીધા હતા. જોકે રેસ્ક્યુ ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે તેણે ભાગવાના પ્રયત્નો યોગ્ય રીતે ના થઈ શકતા બધા જ ઈંડા બહાર કાઢ્યા હતા. ઓહીયા કરી લીધેલા ઈંડા બરા કાઢતા જ તેણે ભાગવાના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ તેને તક આપ્યા વગર તેને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે. ઘટનાને લઈને લોકોમાં પણ ચકચાર મચી ગઈ છે. લોકોને પણ સાપ આ રીતે ઓહીયા કરેલા ઈંડા બહાર કાઢતા કુતુહલ થયું હતું.

ADVERTISEMENT

સાપને જોઈ તેને મારવો નહીં, રેસ્કયુ માટે મદદ માગવી

આપને જણાવી દઈએ કે હાલમાં વરસાદી માહોલ પછી સાપ, મગર, પાટલા ઘો, વગેરે જેવા ઘણા સરીસૃપો અને હિંસક પ્રાણીઓ પણ દેખા દેતા હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ પ્રાણીઓ કોઈ રીતે નુકસાન પહોંચાડે પરંતુ આવા પ્રાણીઓ પર દ્વેશ ભાવના રાખી કે તેમનાથી ડરીને તેમના પર હુમલો કરી દેવો અથવા તો હિંમત કરીને તેમનું જાતે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવો હિતાવહ નથી અને તે માનવીય રીતે પણ યોગ્ય નથી. તેથી જ્યારે પણ કોઈ આવો જીવ જોવા મળે તો રેસ્ક્યુ ટીમ, જંગલ વિભાગ, પોલીસ વિભાગનો સંપર્ક કરવો કે જેથી તેમને અને આપણને બંનેને સલામતી મળે તેવી વ્યવસ્થા થઈ શકે.

    follow whatsapp

    ADVERTISEMENT