લગ્નમાં DJ ને લઈ નારાજ થયા ગેનીબેન ઠાકોર, કરી આ ટકોર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોઈ ને કોઈ વિવાદ સાથે સતત સંકળાયેલા રહે છે. આ દરમિયાન  વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ભાભરના ઈન્દ્રરવા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ની હિમાયત કરી છે

ગેનીબેન ઠાકોરે  સ્પષ્ટ કર્યું હતું કે સમાજના દીકરા દીકરીઓને ડીજે વગર લગ્ન નથી કરવા. આ પ્રકારના લગ્ન કરનાર  સમાજના દીકરા દીકરીઓ સામે ગેનીબેને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લગ્નના ફેરા ફરવાની ના પાડતા દીકરા સામે માતા-પિતાએ પોતાના દીકરા દીકરીઓને સમજાવવા જોઈએ તેવી શીખ માં બાપને પણ આપી હતી ..

 લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ
વાવ બેઠકનાકોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, DJ ના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ.  ડીજે હવે સામાજિક દૂષણ છે એવો સંદેશ પોતાના હાલના આ નવા નિવેદનથી ગેનીબેન આપ્યો હતો.

ADVERTISEMENT

ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગે છે
ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજે ના તાલે ઝુમતા હોય છે.યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે .ત્યારે ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોના લીધે સતત ચર્ચામાં રહે છે. આ પહેલા તેણે ભાજપના અનેક નેતાઓને નિશાન બનાવ્યા છે. ત્યારે ભાજપના વખાણ પણ કરી ચૂક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT