બારડોલીમાં મસાલો ખાઇને થુંકવા બાબતે ગેંગવોર જેવા દ્રશ્યો, યુવાનને દોડાવી દોડાવીને માર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બારડોલી : શહેરમાં મસાલો ખાઇને થુંકવા બાબતે થયેલી બોલાચાલી એટલી હદે વણસી ગઇ હતી કે ઘટના મારીમારી સુધી આવી પહોંચી હતી. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. હાલ તો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક યુવાન પર બે યુવાનો છુટ્ટા હાથે મારામારી કરી રહેલા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જેના પગલે મહિલાઓ પણ લાકડાથી તુટી પડે છે. ત્યાર બાદ મારામારી અને લાફાવાળી કરતી જોવા મળે છે.

મસાલો ખાઇ થુંકનાર યુવાનને લોકોએ પાઠ ભણાવ્યો
બારડોલીમાં મસાલો ખાઇને થુંકવા બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીએ એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે પોલીસ દોડી આવી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બારડોલી નગરમાં રહેતો એક યુવાન મોપેડ પર સુરત તરફ જઇ રહ્યો હતો. તેના પિતા તેની સાથે હતા. દરમિયાન નગરના મુખ્યમાર્ગ પર મુદિત પેલેસ નજીક કારમાં પસાર થઇ રહેલા પાલી ગામના યુવાને કાચ ખોલીને બહાર થુંક્યો હતો.

મોપેડ પર રહેલા યુવાનની વ્હારે સ્થાનિકો આવ્યા
જે મુદ્દે મોપેડ પર રહેલા યુવાનને આ થુક ઉડતા તેણે આ યુવાનને ટપાર્યો હતો. જેથી આ બાબતે યુવાને ગાડી ઉભી રાખીને દાદાગીરી ચાલુ કરતા બોલાચાલી ઉગ્ર થઇ હતી. ત્યાર બાદ અચાનક ઘટના મારામારીમાં પરિણી હતી. લોકોએ ભેગા થઇને થુંકનારા યુવાનને માર માર્યો હતો. હાલ તો ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT