Ganesh Visarjan News: સાબરકાંઠામાં ગણેશ વિસર્જનમાં ડૂબી ગયા મામા-ભાણેજઃ ભાણાનો બચાવ પણ મામાનો ત્રણ દિવસથી પતો નહીં
Ganesh Visarjan News: સાબરકાંઠામાં ઇડરના સપ્તેશ્વર ખાતે વિજાપુરનાં પંચાલ સમાજના મામા ભાણેજ ત્રણ દિવસ અગાઉ સોમવારે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પહોંચ્યા હતા તે સમય…
ADVERTISEMENT
Ganesh Visarjan News: સાબરકાંઠામાં ઇડરના સપ્તેશ્વર ખાતે વિજાપુરનાં પંચાલ સમાજના મામા ભાણેજ ત્રણ દિવસ અગાઉ સોમવારે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પહોંચ્યા હતા તે સમય દરમિયાન મામા ભાણેજ નદીના પ્રવાહમાં ગણેશ વિસર્જન દરમ્યાન બપોરે ત્રણ વાગ્યા ના સમયે નદીના પ્રવાહમાં ડૂબ્યા હતા.. સોમવારના રોજ નદીનાં પ્રવાહમાં મામાં ભાણેજ સાબરમતી નદીમાં ડૂબતા જોઈ સ્થાનિક તરવૈયાઓએ ભાણેજને પાણીમાં ડૂબતો બચાવી લેવામાં સફળ રહ્યા હતા જોકે 35 વર્ષીય મામાને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે આજે ત્રણ દિવસ બાદ પણ તેઓ જીવીત કે મૃત ન મળતાં પરિવાર જનો ભારે શોકમગ્ન બન્યા છે.
ઈડર, હિંમતનગર અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમ જોડાઈ
ગણેશ વિસર્જન દરમિયાન ઈડર ફાયર બ્રિગેડને મળેલા કોલના પગલે ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ઘરકાવ થયેલા યુવકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે પાણીનાં પ્રવાહમાં ડૂબેલા યુવકની શોધમાં ત્રણ દીવસ જેટલો સમય વિત્યો હોવા છતાંય કોઈપણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. ઈડર, હિંમતનગર સહિત મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા ત્રણ દિવસથી સપ્તેશ્વરની સાબરમતી નદીમાં શોધખોળ હાથ ધરાઇ કરી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જ્યારે નદીમાં પાણી છોડવાને લઈ તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારો તેમજ સ્થાનિક તંત્રને એલર્ટ પણ કરવામાં આવ્યું છે. જોકે સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદી કિનારે સુરક્ષાની ચૂક જોવા મળી રહી છે. નદીના પ્રવાહમાં ત્રણ દિવસથી ઘરકાવ થયેલા મામાની શોધખોળ કરી રહેલી ફાયર બ્રિગેડની ટીમને હજુ સુધી જીવીત કે લાશને શોધવામાં સફળતા નથી મળી.
Gujarat Rain: ગુજરાતથી ચોમાસાની થશે અલવિદાઃ જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત
મામા નહીં મળતા ભાણો શોકમગ્ન
ઈડર ફાયર બ્રિગેડના સંજય પટેલિયા કહે છે કે, વિજાપુરના પંચાલ સમાજના મામા ભાણેજ સોમવારના રોજ સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા માટે સપ્તેશ્વરની સાબરમતી નદી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન મામા ભાણેજ પાણીમાં ડૂબવા માંડ્યા હતા જ્યારે ભાણેજને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. જોકે મામાને બચાવવામાં સ્થાનિક તરવૈયાઓ નિષ્ફળ રહ્યા હતા. ત્રણ દિવસથી મામાને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમ દિવસ રાત એક કરી રહી છે ત્યારે મામાની સાથે પાણીમાં ડૂબવા લાગેલો અને સદનસીબે બચેલા ભાણેજનું મુખ પર શોકમય જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
શું કહે છે બચી ગયેલો ભાણેજ
ઘટનામાં બચાવ થયા પછી ભાણે જ ભાવિન પંચાલે ગુજરાત તક સાથેની વાતચીતમાં કહ્યું કે, એકતરફ સાબરમતી નદીમાં ત્રણ દિવસથી ગુમશુદા અમારા વડીલ જીવીત કે મૃત મળ્યા નથી અને તો બીજી તરફ લોકો જીવના જોખમે નદીમાં સ્નાન કરતા નજરે પડે છે ત્યારે નદી મામલે તંત્રએ કોઈ એક્શન લેવા જરૂરી છે.
(હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT