ગણેશ જાડેજાને કોઈ અફસોસ નથી? હસ્તા મોઢે કોર્ટમાં એન્ટ્રી, જામીન અરજી પર 21 જૂને નિર્ણય

ADVERTISEMENT

ગણેશ જાડેજા
Ganesh Jadeja Jail Court
social share
google news

Ganesh Gondal News : 30 મે 2024ના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ (જ્યોતિરાદિત્યસિંહ) સહિતના આરોપીઓ દ્વારા જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું નજીવી બાબતે ઝઘડો કરીને અપહરણ કરાયુ હતું.  ત્યારબાદ તેને ગોંડલના ગણેશગઢ લઈ જઈને માર માર્યો અને નગ્ન કરીને વીડિયો બનાવ્યો હતો. આ મામલે 11 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ગણેશ જાડેજા સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ આજે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

ગણેશ જાડેજા સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

ગણેશ જાડેજા સહિતના 8 આરોપીઓની ધરપકડ બાદ 14 દિવસ પૂર્ણ થતા તેમને આજે નિયમ મુજબ કોર્ટમાં રજૂ કરાયા હતા. જણાવી દઈએ કે, ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે અપહરણ, હત્યાના પ્રયાસ અને એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે, આ અગાઉ 6 જૂને પણ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

ગણેશ જાડેજાની હસ્તા મોઢે કોર્ટમાં એન્ટ્રી

આ દરમિયાન ગણેશ જાડેજાના ચહેરા પર ગુનો કર્યાનો કોઈ અફસોસ ન હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસવાનથી કોર્ટમાં આવતા અને જતા સમયે મંદ મંદ મલકાતો જોવા મળ્યો હતો. આ અગાઉ પણ જ્યારે ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પણ તેઓ હસતા મોઢે જોવા મળ્યો હતો. જેલમાં જતા સમયે પણ તે સતત હસતો હતો.

ADVERTISEMENT

ગણેશ જાડેજાની જામીન અરજી પર 21 જૂને ચુકાદો

સંજય સોલંકીના અપહરણ, હત્યાના પ્રયાસ, એટ્રોસીટી મામલે જેલ હવાલે કરાયેલા આરોપીઓમાંથી ગણેશ સહિત પાંચ આરોપીઓએ જૂનાગઢ સેશન્સ જામીન અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, પોલીસ તરફથી આજે સોગંદનામું રજૂ ન થતા જામીન અરજીનો નિર્ણય આગામી 21 જૂને આવશે. 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT