અંતે ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, દલિત યુવકને માર મારવા મામલે કાર્યવાહી

ADVERTISEMENT

ganesh gondal
ganesh gondal
social share
google news

Ganesh Gondal Arrest : જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના બની હતી. આ ઘટના બાદથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આજે (5 જૂન) ગણેશ ગોંડલની ધરપકડ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

જૂનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફ ગોંડલની જસદણથી ધરપકડ કરાઈ છે. ગણેશ ગોંડલ સામે અપહરણ, માર મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ  નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી. અનુસૂચિત જાતિ દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે.

અનુસૂચિત જાતિના લોકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી

ADVERTISEMENT

અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા હવે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. પોલીસ દ્વારા પક્ષપાત કરાઇ રહ્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. આ મામલે ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને પણ આવેદનપત્ર આપ્યું હતું. ગણેશ જાડેજાની વહેલીતકે ધરપકડ થાય તે માટેની માંગ કરાઈ હતી. જોકે, કેટલાક દિવસોના અંતે આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

નહીં તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજીશું : જીગ્નેશ મેવાણી

ADVERTISEMENT

2 દિવસ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજના આગેવાનો સાથે રાખીને રાજકોટ કલેકટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું. જીગ્નેશ મેવાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, 'જો આરોપીની આગામી 24 કલાકમાં આરોપીની ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધ અને ગોંડલમાં જ દલિત અસ્મિતા સંમેલન યોજીશું.' ત્યારે હવે આંદોલનની ચીમકી બાદ પોલીસ સક્રિય થઈ હતી.

ADVERTISEMENT

ગણેશ જાડેજાના 3 સાગરિતની કરાઈ હતી ધરપકડ

જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાંથી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ઉઠાવી ગોંડલ લઈ જઈને માર મારવાના પ્રકરણમાં પોલીસે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ અગાઉ તેના ત્રણ સાગરિતની ધરપકડ કરાઈ ચૂકી હતી. બનાવમાં વપરાયેલી કાર, મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે અને ષડયંત્રની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

અપહરણ બાદ કપડા કાઢી માર મારવા અને વીડિયો બનાવ્યાનો આરોપ

મહત્વપૂર્ણ છે કે, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT