PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગરમાંથી બંધ કારમાંથી હથિયારોનો મોટો જથ્થો મળ્યો, પોલીસ દોડતી થઈ
ગાંધીનગર: ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા પાટનગર ગાંધીનગરમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સરગાસણ ખાતે એક ફ્લેટના બેઝમેન્ટમાં પાર્કિંગમાં લાંબા સમયથી બિનવારસી કાર…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા પાટનગર ગાંધીનગરમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સરગાસણ ખાતે એક ફ્લેટના બેઝમેન્ટમાં પાર્કિંગમાં લાંબા સમયથી બિનવારસી કાર પડી હતી. જેમાં પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે કાસની તપાસ કરતા ડેકીમાંથી દેશી બનાવટની પિસ્તોલ, તમંચા, ખાલી મેગેઝિન, 300 કારતૂસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
સોસાયટીના બેસમેન્ટમાં કારમાંથી હથિયારો મળ્યા
વિગતો મુજબ સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં રહેતા પરેશભાઈ સોની ચેરમેન છે અને રાત્રે તેઓ સોસાયટીના બેઝમેન્ટમાં હતા. દરમિયાન તેમને સોસાયટીના સ્ટીકર વગરની એક કાર રોંગ સાઈડમાં પડેલી જોઈ. આથી તેમણે સિક્યોરિટી સ્ટાફને કહેતા તેણે તપાસ કરી. જેમાં કારનો કાચ પાછળથી તૂટેલો હતો. તેમાંથી કારની પાછળી સીટમાં રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા. આથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.
કારની નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું
ફરિયાદના પગલે પોલીસે તરત સ્થળ પર પહોંચીને કારની તપાસ કરી હતી. જેમાં કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ અને મેગેઝિન મળી આવી હતી. એકબાજુ PM મોદી આગામી 12મી મેના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પાટનગરમાં આ રીતે મોટી સંખ્યામાં હથિયારનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. તો બીજી તરફ કારને ટો કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. સાથે જ કારને મૂકીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. કારની નંબર પ્લેટ ખોટી છે, જોકે પોલીસે કારના ચેસિસ નંબર તથા બાકી પૂરાવાના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT