GANDHINAGARમાં ભુવો પડતા બાઈક ચાલક યુવક ઈજાગ્રસ્ત, ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વરસાદી માહોલ વચ્ચે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અહીં રાજ્યના વિવિધ શહેરોમાં ઠેર ઠેર ભુવા ખાબકતા હોય છે તેવામાં આજે શનિવારે ગાંધીનગર ખાતે ઘ-0 અને ચ-0 સર્કલ પાસેના રોડ પર મોટો ભુવો પડી ગયો હતો. આના કારણે એક બાઈક સવાર યુવક ત્યાંથી પસાર થતા દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. ભુવાના કારણે તેણે બાઈક પર પોતાનું સંતુલન ગુમાવી દીધું અને પડી ગયો હતો.

સ્થાનિકો ભેગા થઈ જતા યુવક રડવા લાગ્યો
ગાંધીનગરમાં ભુવાના કારણે જમીન પર પડી જતા યુવકને ઈજા પહોંચી હતી. આને જોતા જ આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા અને તેના બાઈકને પણ ઘટનાસ્થળથી દૂર લઈ ગયા હતા. આ દરમિયાન વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું કે ઈજાગ્રસ્ત યુવક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો.

ADVERTISEMENT

કોર્પોરેશને કામગીરી હાથ ધરી
ગાંધીનગરમાં ભુવો પડ્યાના સમાચાર સામે આવતા જ તંત્ર એક્ટિવ થઈ ગયું છે. કોર્પોરેશને તાત્કાલિક લોકોને ત્યાંથી દૂર રહેવા આદેશ આપ્યો છે આની સાથે જ ત્યાં બેરિકેડ મુકવાની કામગીરી પણ હાથ ધરાઈ ગઈ છે. જોકે જ્યાં સુધી બેરિકેટ મુકવામાં આવતા નથી ત્યાં સુધી સ્થાનિકોએ આસપાસ પથ્થરો મુકીને દૂર ઉભા રહી આસપાસથી પસાર થતા વાહનોને આ અંગે જાણકારી આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT