પાટનગરવાસીઓની આતુરતા થશે ખતમ, ગાંધીનગર-મોટેરા સુધી ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ

ADVERTISEMENT

રાયસન અને કોબા સ્ટેશન વચ્ચે મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ
ahmedabad gandhinagar metro
social share
google news

ahmedabad gandhinagar metro: અમદાવાદથી ગાંધીનગર રાજ્યનો સૌથી મહત્વ ડ્રિમ પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં છે. આજ રોજ ગાંધીનગરના આઇકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. તેમજ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાયસન અને કોબા સ્ટેશન વચ્ચે મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ

આજ રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોનું પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં રાયસન અને કોબા સ્ટેશન વચ્ચેના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ રન લેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, આગામી માર્ચ-એપ્રિલમાં ટ્રેનના ટ્રાયલ રન માટે પણ જાહેરાત કરવામાં આવી શકે છે. 

ટૂંક સમયમાં ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત 

કોબા-રાયસણ રૂટ પર પ્રી-ટ્રાયલ રન હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે ટૂંક સમયમાં ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત આવી શકે છે. હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન આગામી માર્ચ-એપ્રિલમાં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન કરે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

ફેઝ-૨નું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે

મેટ્રો રેલના ફેઝ-2 હેઠળ સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (મોટેરાથી ગાંધીનગર)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT