Mukesh Ambani News: મુકેશ અંબાણીને ઈમેલથી ધમકી આપનાર પોલીસ પુત્ર નીકળ્યો! કલોલથી યુવકને પકડી ગઈ મુંબઈ પોલીસ
Mukesh Ambani Death Threat News: દેશના સૌથી ધનિક વ્યક્તિ અને અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ કરીને ધમકી આપવામાં આવી હતી અને રૂ.400 કરોડની ખંડણી તેમની…
ADVERTISEMENT

Mukesh Ambani Death Threat News: દેશના સૌથી ધનિક વ્યક્તિ અને અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ કરીને ધમકી આપવામાં આવી હતી અને રૂ.400 કરોડની ખંડણી તેમની પાસેથી માંગવામાં આવી હતી. એક બાદ એક ઈમેઈલથી ધમકી દ્વારા ખંડણીની આ રકમ વધી રહી હતી, જેમાં પોલીસ તપાસમાં ખંડણી માગવાના કેસના તાર ગાંધીનગરના કલોલ સુધી પહોંચ્યા છે. ગાંધીનગરમાં પોલીસમાં નોકરી
મુકેશ અંબાણીને કલોલથી અપાઈ હતી ધમકી
વિગતો મુજબ, મુકેશ અંબાણી ખંડણીની માંગણી સાથે મળેલા ધમકી ભર્યા ઈ-મેઈલ મામલે મહારાષ્ટ્રના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી હતી. જેમાં ગણેશ વનપારધી અને શાદાબખાનની ધરપકડ અગાઉ કરી લેવામાં આવી હતી. ઉપરાંત તપાસ બાદ ઈ-મેઈલ ગાંધીનગરના કલોલથી આવ્યો હોવાનું જણાતા મુંબઈ પોલીસ કલોલ પહોંચી હતી અને રાજવીર ખાંટ નામના યુવકને ઘરેથી ધરપકડ કરીને લઈ ગઈ હતી.
પોલીસ પુત્રની મુંબઈ પોલીસે કરી ધરપકડ
રાજવીર બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવે છે. મુંબઈ પોલીસ શુક્રવારે કલોલ પહોંચી જેમાં રાજવીરના ફોનથી ઈમેલ થયાનું સામે આવતા તેના ફોન તથા કોમ્પ્યુટર સહિતના સામાનને જપ્ત કરી લેવાયો હતો. સાથે રાજવીર સાઈબર ફીલ્ડમાં એક્સપર્ટ હોવાનું પણ જણાયું. જોકે મજાકમાં ઈમેઈલ કર્યો હોવાનું કહેવા છતા મુંબઈ પોલીસ ધરાર ન માની અને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવા છતાં રાજવીરની ધરપકડ કરીને લઈ ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT