Gandhinagar Police: ગાંધીનગર પોલીસે દારૂની બાતમીના આધારે રેડ પાડી, પૂર્વ મંત્રીના ક્લાર્કના ઘરેથી નકલી કોલ લેટર મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gandhinagar News: ગાંધીનગરમાં પોલીસે સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાં દારૂ હોવાની માહિતી સાથે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દારૂની અડધી જ બોટલ મળી, પરંતુ તપાસમાં સરકારી નોકરી માટેના બનાવટી કોલ લેટર અને સર્વિસ બુક મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીના કારકૂનની સમગ્ર મામલે ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

દારૂની રેડમાં કૌભાંડ ઝડપાયું

વિગતો મુજબ, સેક્ટર-21 પોલીસ સ્ટેશનને સેક્ટર-28માં પ્રકાશચંદ્ર દાતણીયા ઘરમાં દારૂ હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દારૂની અડધી બોટલ મળી આવી. આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલલેટર પણ મળ્યા હતા. પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી ક્લાસ-2 અને ક્લાસ-3ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર મળી આવ્યા હતા. સાથે સર્વિસ બુક પણ મળી હતી જે તમામ બનાવટી હતા.

આરોપી નકલી કોલલેટરના 1થી 5 લાખ લેતો

પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી 5 લાખ સુધી લેતો હતો. બાદમાં ઉમેદવાર નોકરીની વાત કરે તો તેમને સીધી નોકરી મળી જશે તેવું બહાનું કાઢતો. આરોપીના પિતા ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે એજન્ટ જૈમીન પટેલની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસેથી વન, પોલીસ અને પ્રવાસન વિભાગના લેટર મળ્યા છે.

ADVERTISEMENT

કોલલેટરમાં 23 લોકોના નામ મળ્યા

આરોપીના ઘરમાંથી 23 જેટલા લોકોના નામના કોલલેટર મળ્યા છે. જોકે એકપણ ઉમેદવાર સરકારી નોકરી કરતો નથી, એવામાં પોલીસ તમામ ઉમેદવારોને બોલાવીને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT