Gandhinagar News: શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલની ધરપકડ, ઘરમાંથી 1 કરોડથી વધુ રોકડા અને 400 ફાઈલો મળી
RTI થી વિગતો મેળવી તોડ કરતાં ગાંધીનગરનાં ભેજાબાજ મહેન્દ્ર પટેલની ધરપકડ આરોપી પાસેથી 400થી ફાઈલો અને એક કરોડ રોકડ રકમ મળી મહેન્દ્ર પટેલ સાથે કેટલાક…
ADVERTISEMENT
- RTI થી વિગતો મેળવી તોડ કરતાં ગાંધીનગરનાં ભેજાબાજ મહેન્દ્ર પટેલની ધરપકડ
- આરોપી પાસેથી 400થી ફાઈલો અને એક કરોડ રોકડ રકમ મળી
- મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી
Gandhinagar News: ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી તોડ કરતાં ગાંધીનગરનાં ભેજાબાજ મહેન્દ્ર પટેલ (Mahendra patel) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મળી રહી છે કે, અત્યાર સુધી 18 સ્કૂલોનાં ટ્રસ્ટીઓ પાસેથી તોડ કર્યો છે જેમાં સુરતના જ એક શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની માહિતી મળી રહી છે. શાળમાં થતાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.
મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી
સુરતના શાળા સંચાલકે આ મામલે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે આજે ભેજાબાજ મહેન્દ્ર પટેલ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના અનેક લોકોની પણ સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે. મહેન્દ્ર પટેલ બાળ ફિલ્મ બતાવવાના બહાને શાળામાં ઘૂસતો હતો.
આરોપી પાસેથી 400થી ફાઈલો અને એક કરોડ રોકડ રકમ મળી
CID ક્રાઈમને મહેન્દ્ર પટેલના ઘરેથી 400થી વધુ ફાઈલો ઉપરાંત 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. ઉપરાંત સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. આ સિવાય શાળાની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. અત્યાર સુધીમાં 18 કરતા પણ વધુ શાળાઓનો તોડ કર્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતની 12 કરતા પણ વધારે શાળાઓને તોડ કર્યો હતો. ગાંધીનગરના સેકટર – 7/ડીમાં રહેતા મહેંદ્ર નનુભાઈ પટેલની ગાંધીનગર CID ક્રાઈમે ધરપકડ કરી હતી. મહેન્દ્ર પટેલ આરોપી ધોરણ 7 ભણેલા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT