Gandhinagar: કરાઈ એકેડમીમાં ટ્રેઈની PSIનું કારસ્તાન, રજા લેવા સગાઈની નકલી કંકોત્રીથી અધિકારીઓને મૂર્ખ બનાવ્યા
Gandhinagar: કરાઈ એકેડમીમાં ટ્રેઈની PSIનું કારસ્તાન, રજા લેવા સગાઈની નકલી કંકોત્રીથી અધિકારીઓને મૂર્ખ બનાવ્યા
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કરાઇ પોલીસ એકેડેમીમાં પીએસઆઇનું કારસ્તા
રજાઓ લેવા માટે સગાઇની નકલી કંકોત્રી બનાવી
સમગ્ર મામલે ભાંડો ફુટતા આખરે કડક કાર્યવાહી કરાઇ
Gandhinagar News: ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ફરી એકવાર ચર્ચામાં આવી છે. એકેડમીમાં ટ્રેઈની PSIએ રજા મેળવવા માટે પોતાની જ સગાઈ થતી હોવાનું નાટક રચ્યું હતું અને ઉતરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને ગેરમાર્ગે દોરીને રજા મેળવી હતી. જોકે તપાસમાં સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ ટ્રેઈની PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ડભોડા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
રજા માટે ટ્રેઈની PSIએ સગાઈનું નાટક કર્યું
ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ આલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ નિમી નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. આટલું જ નહીં ટ્રેઈની PSIએ નકલી સગાઈની કંકોત્રી પણ બનાવડાવી હતી અને રજા લઈને પોતાના વતનમાં ગયો હતો. જોકે ઉપરી અધિકારીને કાર્ડ નકલી લાગતા તપાસ કરાવી હતી, જેમાં આ બોગસ કંકોત્રી અમદાવાદમાં રહેતા મિત્ર મારફતે બનાવડાવી હોવાનું સામે આવ્યું હતું.
ટ્રેઈની PSI સામે નોંધાઈ ફરિયાદ
તપાસમાં ટ્રેઈની PSIનો કાંડ ખુલી જતા તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ડભોડા પોલીસ સ્ટેશનમાં નકલી PSI સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. નોંધનીય છે કે, ઉપરી અધિકારીઓને સમગ્ર મામલાની જાણ થઈ જતા શિષ્તભંગના પગલા લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT