ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ બાદ રાતોરાત પ્રોપર્ટીના ભાવ વધ્યા, ઇન્કવાયારીમાં પણ જોવા મળ્યો ભારે ઉછાળો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gandhinagar Gift City : ગુજરાતમાં ગિફ્ટમાં અપાયેલી દારૂની છૂટછાટ બાદ એક દંગલ શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અમૂક નિયમોને આધીન દારૂના નિયમ હળવા કરવામાં આવ્યા છે. એવામાં હવે રાતોરાત ગિફ્ટ સિટીની પ્રૉપર્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં મળતા સમાચાર સાથે દારૂની છૂટછાટના સમાચારોની વચ્ચે ગિફ્ટ સિટીમાં પ્રૉપર્ટીના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

ગિફ્ટ સિટીમાં પ્રૉપર્ટીના ભાવ 10 ટકા વધ્યા

રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા જ એક મહત્વનો નિર્ણય લેતા ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો હળવા કરવાની જાહેરાત કરી હતી. જે બાદ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે, સાથે જ પ્રોપર્ટીની ઇન્કવાયારીમાં પણ 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે, દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટી પૂરતી જ છે, ફેઝ 2ના નિયમોમાં સરકારે પૂનઃ વિચારણાની જરૂર છે. ફેઝ 2માં FSI પણ ઓછી રાખી છે, કપાત અંગે પણ નક્કી કર્યું નથી. આ નિયમના કારણે બિલ્ડર, ખેડૂત અને ગ્રાહક બધાને નુકશાન થઈ રહ્યું છે.

જાણો શું છે નિયમ ?

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ”વાઈન એન્ડ ડાઈન” સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

ADVERTISEMENT

કર્મચારીઓ અને માલિકોને પણ અપાશે પરમિટ

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લિકર એકસેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગિફ્ટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT