ગાંધીનગરમાં CRPFના જવાને પલંગ પર સૂતા સૂતા AK-47થી ગોળી મારી આપઘાત કરી લીધો
ગાંધીનગર: પાટનગરમાં CRPF કેમ્પમાં 59 વર્ષના સબ ઈન્સ્પેક્ટરે પોતાની જ સર્વિગ ગનથી ગોળી મારીને આપઘાત કરી લેતા સમગ્ર કેમ્પસમાં સન્નાટો મચી ગયો. આ મામલે ચીલોડા…
ADVERTISEMENT
ગાંધીનગર: પાટનગરમાં CRPF કેમ્પમાં 59 વર્ષના સબ ઈન્સ્પેક્ટરે પોતાની જ સર્વિગ ગનથી ગોળી મારીને આપઘાત કરી લેતા સમગ્ર કેમ્પસમાં સન્નાટો મચી ગયો. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધ્યો છે અને પરિવારજનો સહિત કેમ્પના કર્મચારીઓની પૂછપરછ કરીને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં સીઆરપીએફ કેમ્પમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ રાઠોડે આજે પોતાના બેરેકમાં સૂતા સૂતા બેડ પર જ AK-47 ગનથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. 59 વર્ષના કિશન રાઠોડ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને સબ ઈન્સ્પેક્ટરની રેન્ક ધરાવતા હતા. કિશનભાઈનો પરિવાર રખિયાલના સુરધારા સોસાયટીમાં રહે છે અને તેઓ બે દિવસ પહેલા જ પરિવારને મળવા માટે ગયા હતા. જ્યારે આગામી વર્ષે તેઓ રિટાયર્ડ થવાના હતા.
અચાનક ગોળીનો અવાજ સંભળાતા અન્ય તમામ જવાનો દોડીને રૂમમાં આવ્યા હતા. જ્યાં કિશનભાઈ મૃત હાલતમાં પડ્યા હતા. આ બાદ અન્ય જવાનોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ખાસ છે કે કિશનભાઈ રાઠોડના પગનું હાડકું છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું હતું. એવામાં બિમારીથી પરેશાન જવાને આપઘાત કેમ કર્યો તેનું કારણ જાણવા માટે પોલીસે પરિવાર તથા સાથી કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT