વાઇબ્રન્ટ સમિટને પગલે કલેક્ટરનું જાહેરનમું, ગાંધીનગરના આ રસ્તાઓ રહેશે બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vibrant Gujarat Summit : ગાંધીનગરમાં આગામી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેને લઈ ગાંધીનગર કલેકટર દ્વારા એક જાહેરનમું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા આ સમિટ દરમિયાન શહેરમાં કેટલા રસ્તાઓ બંધ રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં આ રસ્તાઓ બંધ રહેશે

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે 9 થી 13 જાન્યુઆરી સુધી આ રસ્તાઓ બંધ રહેશે જેને લઈ જાણકારી આપવામાં આવી છે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. ઉપરાંત જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોનમાં રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અમદાવાદ અરેપોર્ટ પર તાડમાર તૈયારી

ગાંધીનગરમાં યોજાનારી આ સમીટમાં ભાગ લેવા જુદા જુદા દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, ડેલિગેશન અમદાવાદ પહોંચશે. જેને ધ્યાને લઈ એરપોર્ટ પર કોઈ અસુવિધા થાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ વિદેશી મહેમાનોનું એરપોર્ટ પર આગમન થતાની સાથે જ તેમનું ઈમીગ્રેશન અને કસ્ટમ કિલયરન્સ પ્રાયોરીટીના ધોરણે થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદેશી મહેમાનો ટર્મિનલ બિલ્ડીંગમાં આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT