ગાંધીનગરમાં કોબા સર્કલ પાસે કાર-એક્ટિવાનો અકસ્માત, દીકરીને સ્કૂલે મૂકવા જતા પિતાનું મોત, વિદ્યાર્થિની ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતના પગલે રોષે ભરાયેલા લોકો રોડ પર આવી જતા ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. તો DySP સહિતનો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દીકરીને સ્કૂલે મૂકવા જતા એક્ટિવાને કારે ટક્કર મારી
ગોંધીનગરમાં કોબા પાસે આજે સોમવારે સવારે દીકરીને સ્કૂલે મૂકવા જતા એક્ટિવા ચાલક પિતાને કારે અડફેટે લીધા હતા. જેમાં પિતાનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. અકસ્માતના પગલે કોબા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોબા ગામ ખાતે સાઈડ કટ ન આપવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાની ફરિયાદ કરી હતી.

ગઈકાલે પણ અકસ્માતમાં બેના મોત થયા હતા
નોંધનીય છે કે, ગઈકાલે એક જ દિવસમાં હિટ એન્ડ રનની બે ઘટનાઓ બની હતી. જેમાં પહેલી ઘટનામાં બહુચરાજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં નશામાં ધુત કાર ચાલકે બાઈક અને ત્રણ રાહદારીઓને ટક્કર મારી હતી. જેમાં મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. તો દાહોદમાં એસ.ટી બસે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)

    follow whatsapp

    ADVERTISEMENT