Gandhinagar: 1થી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, તમામ ધારાસભ્યો ઓનલાઈન પૂછશે પ્રશ્નો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gandhinagar News: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું?

વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલરીના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.

ધારાસભ્યો પ્રશ્નો ઓનલાઈન પૂછશેઃ શંકર ચૌધરી

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT