ગુજરાતમાં અમિત શાહની જાહેરાત : નેનો-યુરિયા પર 50 ટકા સબસિડી, દેશના સૌપ્રથમ ઓર્ગેનિક લોટનું લોન્ચિંગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમિત શાહે આજે (6 જૂલાઈ) ગાંધીનગરમાં ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ પર આયોજિત 'સહકાર સે સમૃદ્ધિ તક' કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ADVERTISEMENT
Cooperative Day : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમિત શાહે આજે (6 જૂલાઈ) ગાંધીનગરમાં ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ પર આયોજિત 'સહકાર સે સમૃદ્ધિ તક' કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગાંધીનગરમાં સહકારિતા દિવસની ઉજવણી
આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે 'સહકાર સે સમૃદ્ધી તક' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. આ સિવાય કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ICA(AP) ના પ્રમુખ ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ, COBI ના અધ્યક્ષ અજય પટેલ, નાફેડના ચેરમેન જેઠા ભરવાડ, નાફસ્કોબના પ્રમુખ શ્રી કે રવિન્દ્ર રાવ, ઈફ્કોના એમડી ડો. યુ.એસ. અવસ્થી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે આ યોજનાની કરી શરૂઆત
અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR-2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો-યુરિયાની ખરીદી પર 50 ટકા સહાયતા યોજનાનો શુભારંભ કર્યો. કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી. તો સાથે સાથે ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમજ, દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આ અમૂલની સૌપ્રથમ ઓર્ગેનિક લોટની શોપ હશે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ભારતનો તિરંગો ઝંડો ફરકાવ્યો : અમિત શાહ
કાર્યક્રમમાં કેન્દ્રીય સહકારીતા મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સંબોધન કર્યું હતું. તેમણે આજના દિવસને મહત્વનો દિવસ ગણાવી સહકારિતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. અમિત શાહે કહ્યું હતું કે આજે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી છે અને આજે બંગાળ અને કાશ્મીર શ્યાજીના કારણે છે અસ્તિત્વમાં આવ્યું છે. રાષ્ટ્ર માટે તેમણે બલિદાન આપ્યું છે. કાશ્મીરમાં બે નિશાન, બે ઝંડા, બે નેતાઓની પ્રથા નરેન્દ્ર મોદીએ બંધ કરીને ભારતનો તિરંગો ઝંડો ફરકાવ્યો છે.
તો કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર ચાબખા પણ માર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના આકાઓને ક્યારે સહકાર વિભાગ બનાવવાની ખબર ન પડી. નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ તુરંત સહકારિતા વિભાગની રચના કરી.
ADVERTISEMENT
સાથે સાથે શાહે ગુજરાત સરકારનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે નેનો યુરિયામાં 50 ટકા સબસીડી આપવામાં આવશે. આ જાહેરાત માટે ગુજરાત સરકારનો આભારી છું. હાલ બે બ્રાન્ડ છે. ભારત ઓર્ગેનિક બ્રાન્ડ અને અમૂલ ઓગ્રેનિક બ્રાન્ડ જે વિશ્વ કક્ષાએ પ્રખ્યાત છે. જેથી લોકોને અપીલ કરું છું. તે આ બ્રાન્ડ પાસેથી ખરીદી કરે.
ADVERTISEMENT
વિશ્વમાં ત્રીજી અર્થવ્યવસ્થા સુધી પહોંચવા સહકારી ક્ષેત્ર અગત્યનું : સંઘાણી
ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, 'આખા વિશ્વમાં ત્રીજી ઇકોનોમી સુધી પહોંચવા દેશમાં માટે સહકારી ક્ષેત્ર અગત્યનું છે. નેનો યુરિયા નવી ટેનોલોજીનો ઉપયોગ થયો છે.'
સરકાર કેન્દ્ર સરકારના સૂચનો પ્રમાણે કામ કરશે : જગદીશ વિશ્વકર્મા
રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, 'આજનો દિવસ ખાસ દિવસ છે. શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતી છે. ટ્રાન્સફર સહિત ટેકનોલોજીના માધ્યમથી કામ થશે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સૂચનો પ્રમાણે કામ કરશે.'
સહકાર ક્ષેત્રે ગુજરાતે ઘણી પ્રગતિ કરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરતાં સૌ પ્રથમ શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતાં કહ્યું હતું કે, 'જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવનાર એવા શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ જયતિના વંદન.' પોતાના સંબોધનમાં સીએમ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભકામનાઓ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'સમાન ધ્યેય, સમાન કામ એવું સરકારનું લક્ષ્ય છે. આઝાદીના વર્ષો બાદ સહકારિતા વિભાગની સ્થાપના 6 જુલાઈ 2021ના રોજ કરવામાં આવી. આજે ચોથો સ્થાપના દિવસ છે. દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક ઈકોનોમીમાં ત્રીજા ક્રમે પહોંચે તે રીતે આયોજન કરવાનું છે. સહકાર ક્ષેત્રે ગુજરાત રાજ્યે ઘણી પ્રગતિ કરી છે. આજે મહત્વના નિર્ણયો લેવામાં આવશે જેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલનને થશે. અમિત શાહ સહકરી ક્ષેત્રે નવીન ટેકનોલોજી લઈને આવ્યા છે. જેથી ખેડૂતોને નવા ફાયદા થયા છે. ભારત ઓર્ગેનિક્સ અને અમૂલ ઓર્ગેનિક્સ સ્ટોર દ્વારા ઉત્પાદિત ઘઉંનો લોટ દિલ્હીના મયુર વિહારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.'
ADVERTISEMENT