Gandhinagar: કુમળી વયે પ્રેમ ભારે પડ્યો, 17 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા માતા-પિતા ચોંક્યા
Gandhinagar News: ગાંધીનગરમાં કુમળી વયે પ્રેમ સંબંધનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પાડોશી યુવક સાથે પ્રેમ થયા બાદ શારીરિક સંબંધ બંધાતા 17 વર્ષની સગીરાએ અધૂરા…
ADVERTISEMENT
Gandhinagar News: ગાંધીનગરમાં કુમળી વયે પ્રેમ સંબંધનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પાડોશી યુવક સાથે પ્રેમ થયા બાદ શારીરિક સંબંધ બંધાતા 17 વર્ષની સગીરાએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા પાડોશમાં રહેતા પ્રેમીના પાપનો ઘડો ફૂટ્યો હતો. જે બાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
પાડોશમાં રહેતા યુવકે સગીરાને હવસનો શિકાર બનાવી
વિગતો મુજબ, ગાંધીનગરમાં પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામના સુખી સંપન્ન પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતો. બંને પરિવારના સભ્યો એકબીજના ઘરે આવતા જતા હતા. પરિવારની સગીરા પાડોશમાં જતી હતી. ત્યાં યુવક અવાર નવાર તેની સાથે અડપલા કરતો હતો. બાદમાં 10 મહિના પહેલા એકલતાનો લાભ ઉઠાવી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં વારંવાર સંબંધ બાંધતો હતો. એવામાં સગીરા પ્રેગ્નેન્ટ થઈ ગઈ.
લેબર પેન શરૂ થતા ફૂટ્યો પ્રેમ સંબંધનો ભાંડો
બીજી તરફ સગીરાએ પણ માસિક ધર્મની વાત પરિવારથી છુપાવી. એક દિવસે તેને પેટમાં દુઃખાવો થતા પરિજનો હોસ્પિટલ લઈને ગયા હતા, જ્યાં તબીબે સગીરાને લેબર પેઈન શરૂ થયું હોવાનું જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે અધૂરા મહિને બાળકનો જન્મ થતા તેનું મોત થઈ ગયું. બીજી તરફ માતા-પિતાએ સગીરાની પૂછપરછ કરતા પાડોશના યુવાનની કરતૂત ખુલી હતી. જે બાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી યુવકને પકડી લીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT