સુરતમાં કોહીનૂરથી પણ કિંમતી ડાયમંડના ગણપતિ, બેલ્જિયમની ખાણમાંથી મળી હતી દુર્લભ મૂર્તિ
સંજયસિંહ રાઠોડ, સુરત: ગણેશ ઉત્સવની જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ફ્લોટ અને થીમ ગણેશ ઉત્સવનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સાથે ડાયમંડ સિટી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ, સુરત: ગણેશ ઉત્સવની જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ફ્લોટ અને થીમ ગણેશ ઉત્સવનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સાથે ડાયમંડ સિટી અને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે જાણીતા સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન હીરાના વેપારીના ઘરે કોહિનૂર હીરાથી પણ કિમતી હીરાના ગણેશજીની પૂજા કરવામાં આવે છે. નેચરલ ડાયમંડમાં ભગવાન ગણેશજીનું નામ કરમ ડાયમંડ ગણેશ આપવામાં આવ્યું છે.
દેશભરમાં દસ દિવસના ગણેશ ઉત્સવમાં તમે ભગવાન ગણેશની અનેક પ્રકારની મૂર્તિઓની પૂજા થતી જોઈ હશે. પરંતુ સુરતમાં આવેલી ભગવાન ગણેશની આ મૂર્તિ દેશની જ નહીં પરંતુ વિશ્વની તમામ ગણેશ મૂર્તિઓથી અલગ છે. સુરતના હીરાના વેપારી કનુભાઈ આસોદરિયા કે જેઓ પોતાના ઘરે ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છે, તે વિશ્વની એકમાત્ર કુદરતી હીરાની ગણેશની મૂર્તિ છે.
દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન, તે આ કિંમતી હીરાની ગણેશ મૂર્તિને તિજોરીમાંથી બહાર કાઢે છે અને પૂજા કરે છે. સુરતના હીરાના વેપારી કનુભાઈ આસોદરિયા લગભગ 20 વર્ષ પહેલા હીરાની ખરીદી માટે અમેરિકા બેલ્જિયમ ગયા હતા, જ્યાં હીરાની ખાણમાંથી આ હીરાની પ્રતિમા બહાર આવી હતી. કનુભાઈ કહે છે કે આ મૂર્તિ આવતા પહેલા તેમના પિતા રામજી આસોદરિયાને પણ એક સ્વપ્ન આવ્યું હતું. ત્યારથી, તેમણે આ મૂર્તિની સંભાળ લીધી છે અને ગણેશ ઉત્સવ દરમિયાન તેની પૂજા પાઠ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન
સુરતના હીરાના વેપારી કનુભાઈ આસોદરિયાના ઘરમાં માત્ર ગણેશ આકારના ડાયમંડ ગણેશ જ નહીં પરંતુ ભગવાન ગણેશની આકૃતિ દર્શાવતા અનેક મોતી પણ છે. કનુભાઈ પાસે કુદરતી પથ્થર પણ છે જેમાં એક બાજુ ઓમ લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશની આકૃતિ છે. ડાયમંડ ગણેશ કુદરતી છે અને વિશ્વમાં એકમાત્ર છે. તેથી તેનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.
25 દેશના લોકો મૂર્તિ જોવા આવ્યા
આ બાબતે હીરાના વેપારી કનુભાઈ આસોદરિયાએ જણાવ્યું કે, આ ડાયમંડ ગણેશની કિંમત કોહિનૂર ડાયમંડ કરતા મોંઘી છે. તેનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે જે કોહિનૂર ડાયમંડ કરતા પણ વધુ છે. કોહિનૂર ડાયમંડનું વજન માત્ર 102 કેરેટ છે. છતાં, તે તેની કિંમત જણાવવા માંગતા નથી. તે કહે છે કે તે કોહિનૂર ડાયમંડ જેવો અમૂલ્ય હીરો છે. ભારતમાં લોકો તાજમહેલ જોવા આવે છે, કોહિનૂર વિશે ચર્ચા કરે છે, તેવી જ રીતે તેઓ આ કરમ હીરાને લોકો જોવા આવે તેવી તેમની ઈચ્છા છે. અત્યાર સુધી દેશના અનેક નેતાઓ અને કલાકારો 25 જેટલા દેશના લોકો આ મૂર્તિ જોવા આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT