ગાંધીનગરના આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો, કલેક્ટરે આખો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો
Gandhinagar News: ગાંધીનગરના કલોલમાં ફરી એકવાર કોલેરાના કેસોએ માથું ઉચક્યું છે. કોલેરાના કેસો વધતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો છે.
ADVERTISEMENT
Gandhinagar News: ગાંધીનગરના કલોલમાં ફરી એકવાર કોલેરાના કેસોએ માથું ઉચક્યું છે. કોલેરાના કેસો વધતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો છે. ખાસ છે કે કલોલમાં હાલમાં જ કોલેરાના 16 નવા કેસ નોંધાયા છે. આ સાથે પાણીજન્ય રોગચાળાથી ઝાડા અને ઉલટીના કસોની સંખ્યા 190ને પાર પહોંચી ગઈ છે. એવામાં કલેક્ટરે 2 કિલોમીટરના વિસ્તારેને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે.
આ પણ વાંચો: Vadodara: પૂર્વ ક્રિકેટરના ઘરેથી બેગમાં 1.39 કરોડ રોકડા મળ્યા, પોલીસે સટ્ટાની શંકાએ કરી અટકાયત
કલોલમાં વધ્યા પાણીજન્ય રોગ
ખાસ છે કે કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા ત્રણેય વોર્ડમાં પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદો આવતી હતી, પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના કોઈ પગલા ન લેવાતા પાણીજન્ય રોગાચાળો ફેલાયો હતો. લોકોની ફરિયાદને પગલે લેવાયેલા પાણીના સેમ્પલમાં પાણી પીવાલાયક ન હોવાનું સામે આવ્યું હતું. મેડિકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરીને પાણીને ઉકાળી અને ક્લોરીનેશન બાદ પીવાની સૂચના અપાઈ રહી છે. ખાસ છે કે પૂર્વ વિસ્તારમાં પાણીના લીકેજ મળી આવ્યા હતા, આથી યુદ્ધને ધોરણે તેને બંધ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT