ગઢડા બીએપીએસ મંદિરના પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજે ફરી બીએપીએસ મંદિર વિવાદનું કેન્દ્ર બન્યું છે. ગઢડાના બીએપીએસ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો હતો. મૃતદેહ મળ્યાના ગણતરીની કલકમોમાં જ આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મંદિરના અન્ય પૂજારીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ગઢડા મંદિરમાં પ્રતાપસિંહ સિંઘા બીએપીએસ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવતા હતા. વહેલી સવારે મંદિરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા  મંદિરના પૂજારી મહેન્દ્રસિંહ રાઠવાએ હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ઓહાપો મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં અમેરિકા જવાની લાલચે હત્યા કરી હોવાની વિગત સામે આવી રહી છે.

મન દુ:ખ રાખી કરી હત્યા
મળતી માહિતી અનુસાર ગઢડા બીએપીએસ મંદિરમાંથી મળેલા મૃતદેહ કેસમાં વિગતો મુજબ મંદિરના પુજારી મહેન્દ્રસિંહને અમેરિકા મંદિરમાં મોકલવાના હતા. પરંતુ પ્રતાપસિંહ સિંઘાએ પોતાના દીકરાને અમેરિકા મોકલવાની ભલામણ કરી હતી. આ વાતના મન દુ:ખ રાખી અને મહેન્દ્રસિંહ રાઠવાએ લોખંડની પાઇપ મારી પ્રતાપસિંહનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે મહેન્દ્રસિંહ સામે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

શું હતી ઘટના:
ખ્યાતનામ ધામ એવા સ્વામીના ગઢડાના મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મંદિરમાં શંકાસ્પદ સ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળ્યો હતો. પ્રતાપસિંહ સિંઘા BAPS મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવતા હતા. વહેલી સવારે મંદિરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પડ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT