ગઢડામાં પિતા પત્ની પર નજર બગાડતા હોવાની શંકાએ દીકરાએ દાતરડાના ઘા મારીને પતાવી નાખ્યા
બોટાદ: બોટાદના ગઢડામાં દીકરાએ પિતાની દાતરડાના ઘા મારીને ઘાતકી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મધ્ય પ્રદેશથી ખેત મજૂરી કામ કરવા આવેલા પરિવારમાં દીકરાએ…
ADVERTISEMENT
બોટાદ: બોટાદના ગઢડામાં દીકરાએ પિતાની દાતરડાના ઘા મારીને ઘાતકી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મધ્ય પ્રદેશથી ખેત મજૂરી કામ કરવા આવેલા પરિવારમાં દીકરાએ પિતાને જ દાતરડાના ઉપરા ઉપરી ઘા મારીને હત્યા નીપજાવી કાઢી હતી. આ અંગે પોલીસે આરોપી દીકરા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના અને ગઢડાના પીપળ ગામમાં ખેત મજૂરી માટે આવેલા સાવન રઘુમરામ બામણીએ પોતાના પિતા હત્યા કરી નાખી. સાવનને માતા ભાગી ગઈ હોવાથી પિતા પર દાઝ હતી સાથે જ પિતા તેની પત્ની પર નજર બગાડતા હોવાથી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન જ સાવને દાતરડાથી પિતાને પતાવી નાખ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. ભત્રીજા દિપક બલરામ બામણીયાએ પોતાના પિતરાઈ ભાઈ સાવન વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ગઢડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
તાજેતરમાં અમદાવાદમાં પણ આ પ્રકારનો હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં બાપુનગરના ભક્તિનગર પાસેના મકાનમાં દીકરાએ માતાને માથામાં લોખંડનો હથોડો માર્યો હતો. માતાની ઘાતકી હત્યા કર્યા બાદ દીકરાએ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દીકરો દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને માતા સાથે બોલાચાલી બાદ આવેશમાં આવીને તેમની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT