એક ઈયળના કારણે દેશની સૌથી મોટી એરલાઈન Indigoનું લાયસન્સ જોખમમાં!, જાણો શું છે સમગ્ર મામલો
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું લાયસન્સ ખતરામાં છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કંપનીને કારણ દર્શાવો નોટિસ મોકલીને પૂછ્યું છે કે તેનું…
ADVERTISEMENT
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું લાયસન્સ ખતરામાં છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કંપનીને કારણ દર્શાવો નોટિસ મોકલીને પૂછ્યું છે કે તેનું લાયસન્સ સસ્પેન્શન અથવા રદ કેમ ન કરવું જોઈએ?, આ મામલો ઈન્ડિગોની ફ્લાઈટમાં પીરસવામાં આવેલા નાસ્તામાંથી નીકળેલી ઈયળ સાથે સંબંધિત છે. આ અંગે એક મહિલા મુસાફરે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કર્યો હતો. તેમની ફરિયાદ પર FSSAIએ ઈન્ડિગોને નોટિસ જારી કરી છે.
નોટિસ ફટકારી 7 દિવસનો આપ્યો સમય
આરોપ છે કે, 29 ડિસેમ્બરે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ નંબર 6E 6107 દરમિયાન મુસાફરોને પીરસવામાં આવેલી સેન્ડવિચમાંથી ઈયળ નીકળી હતી. ઈન્ડિગોએ FSSAI તરફથી મળેલી કારણ દર્શાવો નોટિસની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તે પ્રોટોકોલ મુજબ નોટિસનો જવાબ આપશે. ઈન્ડિગો કંપનીને આ અંગે 2 જાન્યુઆરીએ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો ગત શુક્રવારનો છે. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ 6E 6107માં મુસાફરી કરી રહેલી મહિલા મુસાફર ખુશ્બુ ગુપ્તાએ તેમની સેન્ડવીચમાં ઈયળ હોવાની ફરિયાદ કરી હતી. આનો એક વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે બાદ ઈન્ડિગોએ માફી માંગી હતી અને કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT